Home News 01-05-2020 : રાજ્યમાં આજે કોરોનાના 326 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 267

01-05-2020 : રાજ્યમાં આજે કોરોનાના 326 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 267

ફેસ ઓફ નેશન, 01-05-2020 : લોકડાઉનમાં ત્રીજી મે બાદ વધુ બે અઠવાડિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે. તેવામાં ગુજરાતમાં આજે કોરોનાના વધુ 326 કેસ નોંધાયા છે. જેમાં કાયમની જેમ અમદાવાદમાં સૌથી વધુ 267 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 1, સુરતમાં 26, વડોદરામાં 19, બોટાદ – બનાસકાંઠા – કચ્છમાં એક એક કેસ, મહીસાગરમાં 6, પંચમહાલમાં 3 કેસ નોંધાયા છે. વધતા જતા કેસોને ગંભીરતાથી લઈ આગામી સમયમાં લોકડાઉનનું કડક પાલન કરાવવું જરૂરી બની ગયું છે.
આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ આજની કોરોના મામલે અપડેટ આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ કુલ 654 નવા કેસ નોંધાયા છે. 22 લોકોના મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 16 લોકોના મૃત્યુ થયા છે. 3713 લોકો હાલ સારવાર હેઠળ છે અને 36 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 123 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 4721 થયો છે જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 3293 થયો છે. આજે સાંજે પાંચ વાગ્યા સુધી છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા આ આંકડાઓ છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી

સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !

અમદાવાદમાં વધતા જતા કેસોને લઈને આજે સરસપુર, અસારવા અને ગોમતીપુરને રેડ ઝોન જાહેર કરાયા