Home News 02-05-2020 : કોરોનાનો હાહાકાર, ગુજરાતમાં વધુ 333 કેસ જયારે અમદાવાદમાં 250 કેસ

02-05-2020 : કોરોનાનો હાહાકાર, ગુજરાતમાં વધુ 333 કેસ જયારે અમદાવાદમાં 250 કેસ

ફેસ ઓફ નેશન, 02-05-2020 : કોરોનાના કેસો દિવસે દિવસે વધતા જઈ રહ્યા છે. લોકડાઉનને વધારવામાં આવ્યું છે પરંતુ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સમગ્ર દેશને વહેંચી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં વધતા જતા કેસો કાબુમાં આવી રહ્યા નથી ત્યારે આજે સાંજ સુધીમાં 24 કલાક દરમ્યાન રાજ્યમાં વધુ નવા 333 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં 250 નોંધાયા છે. સુરતમાં 17, વડોદરામાં 17, ગાંધીનગરમાં 18, પંચમહાલ, વલસાડ અને છોટાઉદેપુર સહીત દાહોદમાં 1-1, ખેડામાં 3, ભાવનગર-બોટાદમાં છ છ કેસ નોંધાયા છે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં હાલ કુલ 333 નવા કેસ નોંધાયા છે. 26 લોકોના મૃત્યુ થયા છે. 3860 લોકો હાલ સારવાર હેઠળ છે અને 36 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 160 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 5054 થયો છે જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 3543 થયો છે. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

સરકારની કે AMCની કોઈ કાર્યવાહી કોરોના ઉપર અસરકારક ન નીવડી, કેમ ? જાણો

ઓરેન્જ ઝોનમાં કેટલીક છૂટછાટ સાથે લોકડાઉનમાં બે અઠવાડિયા વધારો કરાયો, ગૃહ મંત્રાલયે કરી જાહેરાત

પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી

અમદાવાદ: કોટ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસો અને પશ્ચિમમાં સૌથી વધુ પોલીસ કેસો