ફેસ ઓફ નેશન, 03-05-2020 : કોરોનાએ વિશ્વભરમાં આતંક મચાવ્યો છે. સાથે જ ગુજરાત રાજ્યને સૌથી વધુ કોરોના કેસો સાથે ભારત દેશમાં બીજા નંબરનું રાજ્ય બનાવી દીધું છે. અમદાવાદ શહેર પણ દેશમાં બીજા નંબરનું શહેર છે જ્યાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સમગ્ર ભારતમાં અત્યાર સુધીના કુલ કેસોનો આંક 40 હજારને પાર થઇ ગયો છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા કોરોનાના કેસોની માહિતી આપતા જણાવ્યું છે કે, આજે રાજ્યમાં વધુ નવા 374 કેસ નોંધાયા છે. જેમાંથી હંમેશની જેમ સૌથી વધુ કેસ અમદાવાદમાં 274 નોંધાયા છે. સાંજ સુધીમાં 24 કલાક દરમ્યાન સુરતમાં 25, વડોદરામાં 25, ગાંધીનગરમાં 3, પાટણ 1, બનાસકાંઠા 7, મહેસાણામાં 21, મહીસાગર 10, બોટાદમાં 3 કેસ નોંધાયા છે.
28 લોકોના મૃત્યુ થયા છે. 4065 લોકો હાલ સારવાર હેઠળ છે અને 31 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 146 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 5428 થયો છે જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 3817 થયો છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
શ્રમિકોને વતન રવાના કરવામાં પણ રાજકારણ, ઉત્સવની માફક નેતાઓ લીલીઝંડી બતાવવા દોડ્યા !, Video
કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને લક્ષણો ન હોય તો ટેસ્ટ થતા નથી
શ્રમિકોને વતન રવાના કરવામાં પણ રાજકારણ, ઉત્સવની માફક નેતાઓ લીલીઝંડી બતાવવા દોડ્યા !, Video
મહેસાણામાં એક જ દિવસમાં 21 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા, જુઓ નામ સહીત સરનામાંની વિગતો