ફેસ ઓફ નેશન, 05-05-2020 : વધતા જતા કોરોનાના કેસો કાબુમાં આવી રહ્યા નથી. દિવસે દિવસે વધી રહેલો મૃત્યુઆંક પણ ચિંતાનો વિષય બની ગયો છે. લોકો સરકારની કામગીરીથી સંતુષ્ટ ન હોય તેવું પણ લાગી રહ્યું છે. આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં નવા વધુ 441 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં સૌથી વધુ 349 કેસ નોંધાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીનો રેકોર્ડ તૂટ્યો છે. જેમાં સૌથી વધુ મોત આજે 49 અને કેસ પણ 441 નોંધાયા છે. અમદાવાદમાં 39 લોકોના મોત નિપજ્યા છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા કોરોનાના કેસોની માહિતી આપતા જણાવ્યું છે કે, આજે રાજ્યમાં વધુ નવા 441 કેસ નોંધાયા છે. સાંજ સુધીમાં 24 કલાક દરમ્યાન સુરતમાં 17, વડોદરામાં 20, ગાંધીનગરમાં 2, બનાસકાંઠા 10, મહીસાગર 4, ભાવનગરમાં 2, મહેસાણામાં 10 કેસ નોંધાયા છે.
49 લોકોના મૃત્યુ થયા છે. 4467 લોકો હાલ સારવાર હેઠળ છે અને 29 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 186 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 6245 થયો છે. જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 4425 થયો છે.(આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
અમદાવાદ : રિલીફ રોડ ઉપર લોકો બહાર નીકળતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જુઓ Video
અમદાવાદ : રિલીફ રોડ ઉપર લોકો બહાર નીકળતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જુઓ Video
અમદાવાદ : રિલીફ રોડ ઉપર લોકો બહાર નીકળતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, જુઓ Video