ફેસ ઓફ નેશન, 08-05-2020 : ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. જે જિલ્લાઓ ચેપમુક્ત છે તે પણ ચેપગ્રસ્ત થઇ રહ્યા છે. તેવામાં આજે વધુ કુલ 390 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા કોરોનાના કેસોની માહિતી આપતા જણાવ્યું છે કે, આજે રાજ્યમાં વધુ નવા 388 કેસ નોંધાયા છે. સાંજ સુધીમાં 24 કલાક દરમ્યાન અમદાવાદમાં 269, સુરતમાં 25, વડોદરામાં 29, ગાંધીનગરમાં 9, બનાસકાંઠા 8, ભાવનગરમાં 1, અરવલ્લીમાં 20 કેસ નોંધાયા છે.
24 લોકોના મૃત્યુ થયા છે. 5056 લોકો હાલ સારવાર હેઠળ છે અને 26 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 163 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 7403 થયો છે જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 5260 થયો છે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ
આબુ રોડ નજીક ગમખ્વાર અકસ્માત, મહારાષ્ટ્રથી સિરોહી આવતા પરિવારના 6 લોકોના મોત