Home Uncategorized Exclusive : પેપરલીક કાંડ મામલે અસિત વોરાના રાજીનામા માટે હાઇકમાન્ડ તૈયાર પરંતુ...

Exclusive : પેપરલીક કાંડ મામલે અસિત વોરાના રાજીનામા માટે હાઇકમાન્ડ તૈયાર પરંતુ આબરૂના સવાલે વિચારણા ઉભી કરી

Face of Nation 29-12-2021 : ગુજરાતમાં હાલ પેપરલીક કાંડ ગાજી રહ્યો છે. આમ આદમી પાર્ટીને ભાજપના વિરોધનો એક જોરદાર મુદ્દો મળી ગયો છે. જો કે મુદ્દા કરતા વધારે આ વિદ્યાર્થીઓના ભાવિ સાથે કરવામાં આવેલા ચેડાંનો ગંભીર મામલો છે. ભાજપના શાસનમાં થયેલી આ ઘટનાએ ભાજપની આબરૂ કાઢી છે તો બીજી બાજુ ગૌણ સેવા પસંદગીના ચેરમેન અસિત વોરાનું રાજીનામુ લઇ લેવા હાઇકમાન્ડે આદેશ કર્યો હોવાનું ભાજપના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ સમગ્ર મામલે અસિત વોરાને પણ વિશ્વાસમાં લઇ રાજીનામાં માટે મનાવી લીધા હોવાની માહિતી મળી છે. પરંતુ જ્યાં સુધી પક્ષ તરફથી કોઈ આદેશ ન મળે ત્યાં સુધી કોઈ પણ કાર્યવાહી માટે રાહ જુઓની નીતિ અપનાવાઈ રહી છે.
હાઇકમાન્ડે આ બાબતની નોંધ લઈને તાત્કાલિક આસિત વોરાને હટાવવાનો નિર્ણય લીધો હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જો કે આ નિર્ણય લેવાયો છતાં તેનો અમલ ન કરવા પાછળ રાજકીય ગણિત હોવાનું તથા ભાજપની આબરૂનો સવાલ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ભાજપના આંતરિક વર્તુળોમાં ચાલતી ચર્ચા મુજબ, હાઇકમાન્ડે અસિત વોરાના રાજીનામાં માટે તખ્તો તૈયાર કરી લીધો છે પરંતુ આમ આદમી પાર્ટીના આંદોલનને કારણે જો આ પગલું ભરવામાં આવે તો આમ આદમી પાર્ટીની જીત અને ભાજપની ભૂલ છે તેવું ચિત્ર ઉભું થાય તે વિચારે અસિત વોરાના રાજીનામાની વાત અટકાવી રાખી છે. જો કે, આ મામલો વધુ ગરમાશે તો અસિત વોરાને ખસેડીને ભાજપ સમગ્ર મુદ્દાને દબાવી દેશે તેવું પણ ખુદ ભાજપમાં ચર્ચાઈ રહ્યું છે.
વિપક્ષ પણ એક સૂરે અસિત વોરા પર રાજીનામું આપે અથવા સરકાર તેમણે બરખાસ્ત કરે તેવી માંગ કરી રહ્યું છે. પણ હજુ સુધી સરકાર સમગ્ર બાબતે ટસની મસ ન થતાં આજે AAP નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકારને 2 દિવસનું અલ્ટિમેટ આપતા કહ્યું છે કે સરકાર અસિત વોરાનું રાજીનામુ નહીં લે તો મોટુ આંદોલન થશે. AAP નેતા યુવરાજસિંહ જાડેજાનું સરકારને ચેતવણી આપતા સૂરે કર્યું છે કે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરા રાજીનામું નહિ આપે તો મોટા પાયે બે દિવસ બાદ ગુજરાત ભરમાં આંદોલનો થશે.અસિત વોરા શંકાના દાયરામાં છે જેથી બે દિવસ પછીનું અમારૂ આંદોલન મહત્વનું હશે. ના છૂટકે હવે અમે રોડ પર ઉતરીને આંદોલનનો રસ્તો પકડી શું. વધુમાં આંદોલન વિશે માહિતા આપતા કહ્યું હતું કે અમે સિગ્નેચર અભિયાન ચલાવીશું, અસિત વોરા પદ પર છે ત્યાં સુધી સરકારને પુરાવા નહીં મળે આથી સીટની રચના થવી જરૂરી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).