Face Of Nation 04-04-2022 : કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને તાજેતરમાં 3 ટકા વધારો આપીને ખુશ તો કરી દીધા છે પરંતુ તેની સાથે નાખુશ પણ કર્યાં છે. અત્યાર સુધી કેન્દ્ર સરકારના કર્મચારીઓને જીપીએફની આવક પર ટેક્સમાં છૂટ મળતી હતી પરંતુ પહેલી એપ્રિલથી સરકારે તેને ખતમ કરી નાખી છે એટલે કે હવે જીપીએફ વ્યાજની આવક પર સરકારી કર્મચારીઓએ ટેક્સ ચુકવવો પડશે.
1 એપ્રિલથી લાગુ પડશે જીપીએફ વ્યાજની આવક પર ટેક્સ
જનરલ પ્રોવિડન્ટ ફંડ (જીપીએફ) પર ટેક્સનો નવો નિયમ 1 એપ્રિલથી લાગુ થઈ ગયો છે. અત્યાર સુધી જીપીએફ પર વ્યાજથી થતી કમાણી કરમુક્ત હતી, પરંતુ હવેથી તેના પર ટેક્સ લાગશે.જોકે આને માટે એક મર્યાદા નક્કી કરાઈ છે. વ્યાજની આવક એક મર્યાદાની પાર જશે તો જ ટેક્સ લાગશે.કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરના બજેટમાં જીપીએફ પર ટેક્સના નિયમની જાહેરાત કરી હતી. હવે આ નિયમ નવા નાણાકીય વર્ષ પર 1 એપ્રિલથી લાગુ થઈ ગયો છે.
સરકારી કર્મી 5 લાખનો GPF જમા કરાવે તો વ્યાજ પર લાગશે ટેક્સ
સરકારી કર્મચારીઓ માટેનો નિયમ બીજો છે. જો કોઈ કર્મચારી જીપીએફમાં 5 લાખ રૂપિયા જમા કરાવે અને તેના પર વ્યાજ મેળવે તો વ્યાજ આવક પર ટેક્સ આપવો પડશે. સરકારી કર્મચારીઓની જીપીએફ અન્ય કોઇ કંપનીના નાણાં જમા કરાવતી નથી, જ્યારે ખાનગી કંપનીઓના કિસ્સામાં કર્મચારી ઉપરાંત કંપની પોતાના નાણાં પણ જમા કરાવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).