Home Special 100 દિવસથી વધુ હોસ્પિટલમાં રહ્યા બાદ પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મારિયા પહેલીવાર...

100 દિવસથી વધુ હોસ્પિટલમાં રહ્યા બાદ પ્રિયંકા ચોપરાની દીકરી માલતી મારિયા પહેલીવાર આવી ઘરે, પ્રિયંકાએ ‘માલતીનો પહેલો ફોટો કર્યો શેર’!

Face Of Nation 09-05-2022 : 8મી મેના રોજ વિશ્વભરમાં મધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રિયંકા ચોપરાએ પોતાની દીકરીની પહેલી ઝલક શૅર કરી હતી. જોકે તેણે દીકરીનો ચહેરો બતાવ્યો નહોતો. પ્રિયંકા તથા નિક માટે આ દિવસ ઘણો જ ખાસ રહ્યો હતો, કારણ કે કપલ 100 દિવસ બાદ દીકરીને હોસ્પિટલથી ઘરે લઈને આવ્યા હતા. દીકરીની તસવીર શૅર કરીને પ્રિયંકાએ લાંબી પોસ્ટ શૅર કરી હતી. તેણે કહ્યું હતું કે NICU (નીઑનટલ ઇન્ટેસિવ કૅર યુનિટ)માં 100 દિવસથી વધુ રહ્યા બાદ અમારી દીકરી ઘરે આવી ગઈ.
100 દિવસથી વધુ હોસ્પિ.માં રહ્યા બાદ દીકરી ઘરે આવી
દીકરીની પહેલી ઝલક શૅર કરીને પ્રિયંકાએ કહ્યું હતું, ‘છેલ્લા કેટલાક મહિનાઓ અમારા માટે રોલર કોસ્ટર જેવા રહ્યા હતા અને આ મધર્સ ડે પર અમે આ અંગે વિચારીએ છીએ. અમને ખ્યાલ છે કે માત્ર અમે જ નહીં, પરંતુ અમારા જેવા અનેક લોકોએ આવો અનુભવ કર્યો હશે. NICUમાં 100 દિવસથી પણ વધુ દિવસ પસાર કર્યા બાદ અંતે અમારી નાનકડી દીકરી ઘરે આવી ગઈ.’
મમ્મી-ડેડી બહુ જ પ્રેમ કરે છે
પ્રિયંકાએ કહ્યું હતું ‘દરેક પરિવારની સફર અલગ હોય છે અને એમાં વિશ્વાસની જરૂર હોય છે. અમારા માટે છેલ્લા કેટલાક મહિના મુશ્કેલભર્યા રહ્યા, પરંતુ અમે પાછળ ફરીને જોઈએ છીએ તો એ ક્લિયર થાય છે કે દરેક ક્ષણ કેટલી કીમતી તથા પર્ફેક્ટ છે. અમે ખુશ છીએ કે અમારી દીકરી ઘરે આવી ગઈ. અમે લોસ એન્જલ્સના રેડી ચિલ્ડ્રન લા જોલા તથા સીડર સિનાઇ હોસ્પિટલના દરેક ડૉક્ટર, નર્સ તથા એક્સપર્ટ્સનો આભાર માનીએ છીએ. આ તમામે નિઃસ્વાર્થભાવે અમને દરેક સમયે સાથ આપ્યો. અમારા જીવનનું નેકસ્ટ ચેપ્ટર હવે શરૂ થવા જઈ રહ્યું છે. મમ્મી તથા ડેડી તને ઘણો જ પ્રેમ કરે છે. ઓમ નમઃ શિવાય.’
નિકે પ્રિયંકાનાં વખાણ કર્યા
નિકે પ્રિયંકાનાં વખાણ કરતાં કહ્યું હતું, ‘તમામ માતાઓ તથા કેર ગિવર્સને હેપ્પી મધર્સ ડે. હું એક ક્ષણ મારી અતુલ્ય પત્ની પ્રિયંકા ચોપરાને સ્પેશિયલ મધર્સ ડે વિશ કરવા માગીશ. આ તેનો પહેલો મધર્સ ડે છે. તું મને દરેક રીતે પ્રેરણા આપે છે અને તું આ નવો રોલ પણ એટલી જ સહજતાથી નિભાવી રહી છે. હું આ સફરમાં તારી સાથે રહીને ઘણો જ ખુશ છું. તું અત્યારથી જ એક સારી માતા છે. આઇ લવ યુ.’
સંસ્કૃત ને લેટિન શબ્દથી નામ પાડ્યું
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કપલે બાળકીના બર્થ સર્ટિફિકેટમાં માલતી મેરી ચોપરા જોનસ નામ લખાવ્યું છે. આ સર્ટિફિકેટમાં લખ્યું છે કે માલતીનો જન્મ 15 જાન્યુઆરીના રોજ કેલિફોર્નિયાના સેન ડિએગોમાં રાતના આઠ વાગ્યા પછી થયો હતો. માલતી શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે. માલતીનો અર્થ સુગંધીદાર ફૂલ તથા ચાંદની (મૂનલાઇટ) થાય છે. તો મેરી લેટિન ભાષાના સ્ટેલા મેરિસમાંથી લેવામાં આવ્યો છે. આનો અર્થ સમુદ્રનો તારો એવો થાય છે. બાઇબલમાં પણ આ નામ છે અને એનો અર્થ ઇશુની માતા એવો થાય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).