Home News સુરતમાં 108ની ટીમ શ્રમિક પ્રસુતા માટે આશીર્વાદરૂપ,108ની ટીમે મોબાઈલ લાઈટથી પ્રસૂતિ કરાવી

સુરતમાં 108ની ટીમ શ્રમિક પ્રસુતા માટે આશીર્વાદરૂપ,108ની ટીમે મોબાઈલ લાઈટથી પ્રસૂતિ કરાવી

ભારે પવન અને વરસાદમાં પ્રસૂતિ કરાવાઈ
બાળકના ગળામાં ગર્ભનાળ ફસાઈ ગઈ હતી

Face Of Nation:સુરતઃરાંદેર લોકેશનની 108 ટીમે મોબાઈલ ફોનની ફ્લેશ લાઈટથી ડિલિવરી કરાવી હતી.ઇએમટી સબીર પાસેથી મળતી માહિતી અનુસાર રાંદેર વિસ્તારમાં ગૌરવપથ રોડ પર કન્ટ્રકશનનું કામ ચાલતું હતું. તેમાં મજૂરી કરતા યોગેશભાઈની પત્નીને ડિલિવરીનો દુઃખાવો ઉપડતા 108ને કૉલ કરેલો અને રાંદેર લોકેશનની એમ્બ્યુલન્સ ગયેલી. આ દરમિયાન અતિશય પવન અને વરસાદ ચાલુ હતું અને લાઈટ પણ ન હતી. મેં મારા પાયલોટ ડેનિસ ભાઈની મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરવાનું કહ્યુ અને મોબાઈલની ફ્લેશ લાઈટની મદદથી ડિલિવરી કરાવી પરંતુ બાળકના ગળામાં ગર્ભનાળ વિટાયેલી હતી અને બેબી પૂરતા શ્વાસ ન લઇ શકતું હોય અને ઓક્સિજન ઓછું હોય તેને એમ્બ્યુલન્સમાં અમ્બુબેગથી ઓક્સીજન આપી નવી સિવિલ હોસ્પિટલમાં લાવેલા. જ્યાં માતા બાળકની તબિયત તંદુરસ્ત હોવાનું તબીબોએ જણાવ્યું હતું.