Home Gujarat લખપતમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો; દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી,...

લખપતમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો; દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સિઝનનો થઈ ચૂક્યો છે 27% વરસાદ!

Face Of Nation 09-07-2022 : હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે અને રાજ્યના મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યના બાકી જિલ્લાઓ, દીવ, દમણ અનેદાદરા નગર હવેલીમાં આજે વરસાદી માહોલ રહેશે. તો નાઉકાસ્ટ દ્વારા સામાન્યથી મધ્યમ વરસાદની આગામી 3 કલાક માટે આગાહી કરી છે. તો છેલ્લા 24 કલાકમાં કચ્છના લખપતમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે.
નાઉકાસ્ટની 10 વાગ્યાથી 3 કલાક માટે આગાહી
નાઉકાઉસ્ટે આગામી 3 કલાક માટે આગાહી કરી છે કે ગુજરાતના કચ્છ, પોરબંદર, દ્વારકા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અરવલ્લી જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વાવાઝોડું અને 30- 40 કિમી પ્રતિ કલાકની પવનની ઝડપે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને સાબરકાંઠા રાજકોટ, જામનગર, જૂનાગઢ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો આજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લો સામેલ છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ અને તાપી અને સૌરાષ્ટ્ર કચ્છના પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આજે શનિવારે સવારે સાડા આઠ વાગ્યાથી આવતીકાલે રવિવારે સવારે સાડા આઠ વાગ્યા સુધી સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાતના તમામ જિલ્લા દીવ, દમણ અનેદાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગાજવીજ અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લા છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
સિઝનનો 27 ટકા વરસાદ થઈ ચૂક્યો છે
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 215 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 276 મિમિ એટલે કે 11 ઈંચ વરસાદ કચ્છ જિલ્લાના લખપતમાં નોંધાયો છે. 50 મિમિ સુધી 12 તાલુકા, 51થી 125 મિમિ 69 તાલુકા, 126થી 250 મિમિ 88 તાલુકા, 251થી 500 મિમિ 55 તાલુકા, 501થી 1000 મિમિ 27 તાલુકામાં આખી સિઝનમાં નોંધાઈ ચૂ્કયો છે. સિઝન કુલ 235.44 મિમિ રાજ્યમાં નોઁધાયો છે. જે કુલના 27.69 ટકા થાય છે.
ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન આજે અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).