Face Of Nation 16-07-2022 : વિશ્વના 70થી વધુ દેશોમાં ફેલાયેલા મંકીપોક્સ વાઇરસે ભારતમાં દસ્તક આપી છે. 14મી જુલાઈના રોજ કેરળના કોલ્લમ જિલ્લામાંથી દેશનો પ્રથમ મંકીપોક્સ કેસ નોંધાયો હતો. દર્દી હાલમાં જ યુએઈથી કેરળ પરત ફર્યો છે. અત્યારસુધીમાં વિશ્વમાં મંકીપોક્સના 11 હજારથી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં આ વાઇરસને આગમનને કારણે તણાવ વધી ગયો છે.
યુરોપમાં મંકીપોક્સના 80%થી વધુ કેસ નોંધાયા છે
આ વખતે મંકીપોક્સનો ફેલાવો ખૂબ જ અસામાન્ય છે, કારણ કે એ ઉત્તર અમેરિકા અને યુરોપિયન દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે, જ્યાં આ વાઇરસ સામાન્ય રીતે જોવા મળતો નથી. યુરોપ મંકીપોક્સના ફેલાવાના મુખ્ય કેન્દ્ર તરીકે ઊભરી આવ્યું છે. આ વર્ષે અત્યારસુધીમાં મંકીપોક્સના 80%થી વધુ પુષ્ટિ થયેલા કેસો યુરોપિયન દેશોમાંથી આવ્યા છે. અમેરિકાનાં 37 રાજ્યમાં અત્યારસુધીમાં મંકીપોક્સના 750થી વધુ કેસ નોંધાયા છે.
95% દર્દીઓના ચહેરા પર ફોલ્લીઓ હોય છે
ત્વચા પર ફોલ્લીઓ સામાન્ય રીતે તાવની શરૂઆતના બે દિવસમાં દેખાય છે. 95% કિસ્સાઓમાં ફોલ્લીઓ મોટે ભાગે ચહેરા પર બહાર આવે છે. 75% કિસ્સાઓમાં હથેળીઓ અને પગના તળિયા પર ફોલ્લીઓ થાય છે, જ્યારે 70% કિસ્સાઓમાં તે મૌખિક મ્યુકોસ મેમ્બ્રેનને અસર કરે છે. આ સાથે એ આંખો અને પ્રાઇવેટ પાર્ટ્સમાં પણ જોવા મળે છે.
પેશાબ ઓછો થતો હોય તો તેમણે સાવધાન રહેવું
મંકીપોક્સ પછી ત્વચા ફાટી જવાનો તબક્કો 2થી 4 અઠવાડિયાં સુધી ચાલે છે. પહેલા આ દાણા પાણીથી ભરાઈ જાય છે અને પછી પરું થાય છે અને પછી પોપડા થઈ જાય છે. એ ખૂબ જ પીડાદાયક તબક્કો છે. જે દર્દીઓની આંખોમાં દુખાવો હોય અથવા અસ્પષ્ટ દૃષ્ટિ હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય અને પેશાબ ઓછો થતો હોય તો તેમણે સાવધાન રહેવું જોઈએ અને પોતાને અલગ રાખવા જોઈએ.
મંકીપોક્સના લક્ષણો : WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, અછબડા, ઓરી, બેક્ટેરિયલ ત્વચા ચેપ, ખંજવાળ અને દવાઓની એલર્જી મંકીપોક્સથી અલગ છે. ઉપરાંત મંકીપોક્સમાં લસિકા ગાંઠોમાં સોજો આવે છે, જ્યારે શીતળામાં આવું નથી. તો બીજીતરફ એનો સેવન સમયગાળો સામાન્ય રીતે 7-14 દિવસનો હોય છે, પરંતુ એ 5-21 દિવસનો પણ હોઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized 75 દેશમાં વ્યાપેલો મંકીપોક્સ ભારત પહોંચ્યો : દુનિયાભરમાં 11,000થી વધુ કેસ, અમેરિકાનાં...