Home News કચ્છના ભુજમાંથી 12 કિલોગ્રામ ચરસ ઝડપાયુ, 2 આરોપી ઝડપાયા

કચ્છના ભુજમાંથી 12 કિલોગ્રામ ચરસ ઝડપાયુ, 2 આરોપી ઝડપાયા

Face of Nation 30-11-2021: છેલ્લા બે મહિનાની અંદર ગુજરાત ડ્રગ્સ મામલે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. કારણકે પંજાબની જેમ જ ગુજરાતમાં પણ અનેક જગ્યાએથી ડ્રગ્સનો મોટા જથ્થો અચાનક ઝડપાવવા લાગ્યો છે. આજરોજ કચ્છના ભુજમાંથી ચરસનો જથ્થો ઝડપાયો છે.

રાજ્યમાંથી હજુ ડ્રગ્સનો જથ્થો પકડવાની ઘટનાઓ યથાવત્ છે. એક બાદ એક જિલ્લામાંથી ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. કચ્છના ભુજમાંથી 12 કિલોગ્રામ ચરસ ઝડપાયું છે. ડ્રગ્સ જથ્થા સાથે બે આરોપી ઝડપાયા છે. પશ્ચિમ કચ્છ SOGએ કાર્યવાહી કરી છે. તો ડ્રગ્સ દરિયાઈ વિસ્તારમાં તણાઈ આવ્યાનુ પ્રાથમિક અનુમાન લગાવાયું છે. આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

મહત્વનું છે કે, દ્વારકા, મુંદ્રા, મોરબીના ઝીંઝુડા, જામનગર-સલાયા, પોરબંદર, અમદાવાદ, દ્વારકા, રાજકોટ, સુરત, વડોદરા બાદ હવે ફરી કચ્છ ભુજમાંથી ડ્રગ્સ ઝડપાયું છે. જોકે ગૃહરાજ્યમંત્રી ડ્રગ્સ વેચાણ અને હેરાફેરી અટકાવવા માટે કડક પગલા લેવાનું જણાવી ચૂક્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)