Face of Nation 21-12-2021: યુકેમાં ઓમિક્રોનના નવા 12,133 કેસો નોધાતાં ઓમિક્રોનના કુલ કેસોની સંખ્યા 37,101 થતાં યુકેની કેબિનેટની બેઠકમાં આકરૂં લોકડાઉન લાદવા માટે વિચારણા કરવામાં આવી હતી. યુકેમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 82,886 થઇ છે. હાલ રશિયાને બાદ કરતાં સમગ્ર યુરોપમાં યુકેમાં કોરાનાના સૌથી વધારે 1,47,000 જણાં ભોગ બન્યા છે.
નાયબ વડા પ્રધાન ડોમિનિક રાબે જણાવ્યું હતું કે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ક્રિસમસ બહેતર રહેશે કેમ કે કોરોનાની રસી તથા બૂસ્ટર ડોઝ મોટી સંખ્યામાં અપાયા છે પરંતુ લોકોએ સાવધ રહેવાની જરૂર છે. સરકારી અધિકારીઓએ સરકારને ત્રણ વિકલ્પો રજૂ કર્યા છે પણ નાણાં પ્રધાન રિશી શોનક હાલ કોઇપણ પ્રકારના આકરાં લોકડાઉનનો વિરોધ કરી રહ્યા છે.
દરમ્યાન રોયલ કોલેજ ઓફ નર્સિગ યુનિયનની ઇંગ્લેન્ડની ડાયરેકટર પેટ્રિસિયા માક્વિસેે આગામી થોડા સપ્તાહોમાં સ્થિતિ અત્યંત ખરાબ થશે તેમ જણાવ્યું હતું. માંદગી અને સેલ્ફ આઇસોલેશનને કારણે હોસ્પિટલોમાં કર્મચારીઓની કારમી તંગી સર્જાઇ છે. હોસ્પિટલના કર્મચારીઓ કોરોનાથી જ નહીં માનસિક અને શારીરિક થાકને કારણે પણ માંદા પડી રહ્યા છે.
ધ બ્રિટિશ મેડિકલ એસોસિએશને ચેતવણી આપી છે કે સરકાર જરૂરી પગલાં તાબડતોબ નહીં ભરે તો નાતાલના દિવસ સુધીમાં નર્સો અને ડોક્ટરો સહિત 50,000 આરોગ્ય કર્મચારીઓ માંદા પડી શકે છે. દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં ડર્બન શહેર જે પ્રાંતમાં આવેલું છે તે ક્વાઝુુલુ નાતાલમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 15,465 કેસો નોંધાયા તેમાંથી 27 ટકા કેસો ક્વાઝૂલુ-નાતાલ પ્રાંતમાં જ નોંધાયા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).