Home Crime ગાંધીના ગુજરાતમાં પકડાયું 15 કિલો ડ્રગ્સ, વાહન ચેકીંગ દરમયાન ટ્રાફિક પોલીસે પકડી...

ગાંધીના ગુજરાતમાં પકડાયું 15 કિલો ડ્રગ્સ, વાહન ચેકીંગ દરમયાન ટ્રાફિક પોલીસે પકડી પાડ્યા 3 ઈસમોને…

Face Of Nation, 02-10-2021:ડ્રગ્સ માફિયાઓ ડ્રગ્સ અને અન્ય નશીલા પદાર્થો ગુજરાતમાં ઘુસાડી રહ્યા છે. રાજ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવાનું કામ ચાલી રહ્યું છે. થોડા દિવસ અગાઉ કચ્છના મુન્દ્રા બંદર પર અંદાજે 3 હજાર કિલો હિરોઈન ઝડપાયું હતું. તો 2 દિવસ અગાઉ અમદાવાદથી MD ડ્રગ્સ સાથે 3 શખ્સોની અટકાયત કરાઈ હતી. તેવામાં હવે આજે મહેસાણાથી 15 કિલો ચરસ ઝડપાયું છે.

મહેસાણાના ફતેપુરા સર્કલ પાસેથી ટ્રાફિક પોલીસના ચેકિંગમાં કારમાંથી 15 કિલોથી વધુ ચરસ ઝડપાયું છે. કારમાં ચરસ સાથે 3 શખ્સો પણ ઝડપાયા છે. ટ્રાફિક પોલીસે SOG અને LCBને આ અંગે જાણ કરતા SOG અને LCB પોલીસ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.

ગુજરાત નારકોટીક્સ કંટ્રોલ બ્યુરોને માહિતી મળી હતી કે કેટલાક શખ્સો ગુજરાતમાં ટ્રેન મારફતે ડ્રગ્સ ઘુસાડવાની ફિરાકમાં છે. માહિતી મળતા જ એલર્ટ થઇ ચુકેલા NCBએ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. હાવડા-ગાંધીધામ ટ્રેનમાંથી 3 શખ્સોની અટકાયત કરી લીધી હતી. આ શખ્સો 1 કિલો જેટલો MD ડ્રગ્સનો જથ્થો લઇ જઈ રહ્યા હતા. નાર્કોટિક્સ વિભાગની ટીમે ડ્રગ્સ લાવનાર પ્રવીણ ભાટીની ધરપકડ કરી હતી. સાથે જ 2 રિસીવર સરોજ ગોસ્વામી અને અબ્દુલ ગનીની પણ ધરપકડ કરવામાં આવી હતી. NCB હવે એ તપાસ કરશે કે આ ત્રણેય પહેલી વાર ખેપ લગાવી છે કે ગુજરાતમાં વારંવાર ખેપ લગાવી રહ્યા હતા. આ જથ્થો કોણ મંગાવે છે અને કોને સપ્લાય કરવાનો હતો. આ તમામ પાસાઓ પર પૂછપરછ ચાલી રહી છે.

કચ્છના દુર્ગમ એવા સિરક્રીક વિસ્તારમાંથી BSF અને અન્ય એજન્સીઓને મળીને લાગ્બાહ ૧૫૫૨ કિલો જેટલો ચરસનો જથ્થો છેલ્લા બે વર્ષમાં હાથ લાગ્યો હતો. કહેવાય છે એક, પાકિસ્તાની માછીમારો આ ડ્રગ્સ કચ્છના રસ્તે ગુસાડવા પ્રયાસ કરતા હતા. દરમિયાન કચ્છના જ મુન્દ્રા બંદર DRI ની એક તપાસ દરમિયાન ટેલ્કમ પૌદારના નામે બે કન્ટેનર્સમાં અંદાજે 21 હજાર કોર્દનો હેરોઈનનો જથ્થો હાથ લાગતા અન્ય રાષ્ટ્રીય એજન્સીઓ પણ સક્રિય થઇ ગઈ હતી. કચ્છ સિવાય વિશાખાપટ્ટનમ, દિલ્હી, મુંબઈ જેવા સ્થળોએ તપાસ શરૂ કરી દીધી હતી. ગુજરાતના ઇતિહાસમાં કદાચ સૌથી મોટા એવા આ નશીલા પદાર્થ ઝડપાવાની ઘટનામાં અત્યાર સુધી 8 વ્યક્તિઓની ધરપકડ થઇ છે.