Home Crime રહસ્યમય રીતે થયું મોત, માતા-પુત્રીના ગળા પર મળ્યા ઇજાના નિશાન

રહસ્યમય રીતે થયું મોત, માતા-પુત્રીના ગળા પર મળ્યા ઇજાના નિશાન

Face Of Nation, 11-10-2021:  વડોદરા શહેરના સમા વિસ્તારમાં 35 વર્ષીય યુવતીની પુત્રી સાથે  હાલતમાં ઘરમાંથી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. માતા-પુત્રીનું મોત થયું હોવાની જાણકારી મળતાં પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. પોલીસે બંનેના મોતનું કારણ જાણવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તેમજ ઘર જમાઇ તરીકે રહેતા પતિ તેજસ પટેલની પોલીસે અટકાયત પણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

શહેરના સમા વિસ્તારમાં ચંદન પાર્ક સોસાયટીમાં આવેલા બે માળના મકાનમાંથી 35 વર્ષીય શોભના તેજસ પટેલ અને 5 વર્ષીય પુત્રી કાવ્યાનું મોત થયું છે. પરીવારજનો જ બંન્નેને લઈ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં બંનેને તબીબોએ મૃત જાહેર કર્યા હતા. હાલ, બંનેના મૃતદેહ પીએમ રૂમમાં રાખવામાં આવ્યા છે. એસીપી ભરત રાઠોડે નિવેદન આપ્યું હતું કે, હાલમાં બંને માતા પુત્રીના શંકાસ્પદ મૃતદેહો મળ્યા છે. પીએમ બાદ જ મોતનું કારણ સામે આવશે. મહિલાના પતિની પોલીસે અટકાયત કરી છે. મૃતક મહિલાનો પતિ ઘર જમાઈ તરીકે રહેતો હતો.

તેમણે જણાવ્યું હતું કે, વહેલી સવારે 2 વાગ્યે બંનેને ગોપીનાથ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં બંનેને મૃત જાહેર કરતાં સમા પોલીસે એડી દાખલ કરી છે. હાલ બંનેને પીએમ માટે લઈ આવ્યા છીએ. પતિ-પત્ની વચ્ચે સામાજિક પ્રશ્નો મુદ્દે તકરાર થતી હતી. પીએમ નોટ આવે પછી જ વધુ કાર્યવાહી કરવામાં આવશે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)