Face Of Nation 1-07-2022 : બે વર્ષ બાદ ભગવાન જગન્નાથ, બળભદ્રજી અને બહેન સુભદ્રાજી નગરચર્યા રંગેચંગે સંપન્ન થઈ છે. કોરોનાકાળમાં એક વખત મંદિર સંકુલમાં જ અને બીજા વર્ષે ભક્તો વિના નગરમાં રથયાત્રા નીકળી હતી. પરંતુ આ વર્ષે લાખો ભક્તોની મેદનીને આશીર્વાદ આપીને ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથ નિજમંદિરે પહોંચી ગયા છે. તેમાં પણ મંદિર મહંત દિલીપદાસજી રથ પહેલા પહોચી ગયા હતા.
મહંત દિલિપદાસજીનું અમદાવાદના શાસકોએ સ્વાગત કર્યું
હાલ રથ જમાલપુર દરવાજાથી આગળ વધી રહ્યા છે. જગન્નાથ મંદિરના મહંત દિલિપદાસજી કોર્પોરેશનની દાણાપીઠ ઓફિસે પહોંચ્યાં હતાં.અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, દંડક સહિતના નેતાઓ દ્વારા મહંત દિલીપદાસજીનું સ્વાગત કરવામાં આવ્યું.
સરસપુર ખાતે રથયાત્રાને લઈને માહોલ જામ્યો
ભગવાનના મોસાળ સરસપુર ખાતે રથયાત્રાને લઈને માહોલ જામ્યો હતો.મોટી સંખ્યામાં સ્થાનિકો અને અન્ય ભક્તો દર્શન માટે આવી રહ્યા હતા.એક બાદ એક રોડ રસ્તા પર બંધ કરવામાં આવ્યા હતા. ટ્રકો ઢાળની પોળથી પસાર થઈ હતી. અખાડા ઢાળની પોળ પહોંચ્યા. પોલીસ પણ સતત પેટ્રોલિંગ વચ્ચે રથયાત્રાના રૂટ પર લોકોની ભીડ ઊમટી. ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે ભક્તો રથયાત્રાનો આનંદ લઈ રહ્યાં.
ખીચડો અને કોળા-ગવારના શાકનો ભોગ ધરાવાયો
ભગવાન જગન્નાથ સહિત બહેન સુભદ્રા અને બળભદ્રજીના આંખેથી રેશમી પાટા ઉતારી લેવામાં આવ્યાં હતા અને સાથે જ ભગવાનને પ્રિય ખીચડો અને કોળા-ગવારના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર જગન્નાથ મંદિર પહોંચ્યા. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી અને ધારાસભ્ય જગન્નાથ મંદિર પહોંચ્યા અને ભગવાન જગન્નાથ સહિત ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કર્યા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).