Face Of Nation 29-06-2022 : અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રામાં સુરક્ષાની સમીક્ષા કરવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિરથી રથયાત્રા રૂટ પર ચાલીને સમીક્ષા કરવા નીકળ્યા હતાં. જમાલપુર દરવાજા પાસે તેઓ વૈશ્યસભા રોડ પર નીકળ્યા ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનોએ તેમની પર પુષ્પવર્ષા કરી હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. હર્ષ સંઘવીએ સમગ્ર રૂટ પરની માહિતી મેળવી હતી. ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ અને મહામંત્રી ભૂષણ ભટ્ટ પાસેથી તેઓએ સમગ્ર રૂટ પર કઈ રીતે આયોજન થાય છે તેની જાણકારી મેળવી હતી. જમાલપુર દરવાજાથી કોર્પોરેશન સુધી તેઓ ચાલતાં પહોંચ્યા હતા. લોકોએ ઘરમાંથી તેઓ પર પુષ્પવર્ષા કરી હતી.
સુરક્ષામાં 24000થી વધુ પોલીસ જવાનો તૈનાત
ત્યારબાદ તેઓ ઢાળની પોળથી ખાડિયા થઈ પાંચકુવા સુધી ચાલતા પહોંચ્યા હતા. પાંચ હોવાથી તેઓ સીધા કાલુપુર સર્કલથી પ્રેમ દરવાજા પહોંચ્યા હતા. ખાડિયામાં વિવિધ પોળના લોકોએ તેઓનું સ્વાગત કર્યુ હતું. દરિયાપુર પોલીસ સ્ટેશનથી ચાલતા તેઓ તંબુ ચોકી ખાતે પહોંચ્યા હતા. દરિયાપુર ખાતે ગૃહ રાજ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતા. દરિયાપુર તંબુ ચોકી ખાતે થોડી વાર આરામ કર્યા બાદ તેઓ ફરી ચાલતાં રથયાત્રાના રૂટ પર શાહપુર ગયા હતા. આજે સવારે પોલીસ દ્વારા પણ રથયાત્રાના રુટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું.રથયાત્રામાં સુરક્ષામાં 24000 થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેવાના છે જેને લઈને આજે અમદાવાદ પોલીસ કમિશનરે રિહર્સલ દ્વારા નિરીક્ષણ કર્યું હતું.
મામેરામાં પોલીસ જ ભગવાનના મામા બની હતી
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ જગન્નાથ મંદિરથી રથયાત્રા નીકળવાના સમયથી જ રીહર્સલ કર્યું હતું. પોલીસની 40 ગાડીઓનો કાફલો જગન્નાથ મંદિરથી ભગવાનના મોસાળ સરસપુર ખાતે પહોંચ્યો હતો. પોલીસ કમિશ્નરે અધિકારીઓ સાથે ચર્ચા કરીને કહ્યુ હતું કે, બંદોબસ્તના કારણે કોઈ સામાન્ય નાગરીક હેરાન ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. ત્યાર બાદ પોલીસનો કાફલો સમગ્ર રૂટ પર રવાના થયો હતો. સરસપુર ખાતે પણ ભગવાન જગન્નાથજીના મામેરાનું રિહર્સલ યોજાયું હતું. જેમાં ભગવાનના ત્રણ રથ સરસપુર ચાર રસ્તા ખાતે આવતા મંદિરથી ભગવાનનું મામેરું આવ્યું હતું.આ મામેરામાં પોલીસ જ મામા બની હતી અને જય રણછોડ માખણ ચોરના નાદ સાથે મામેરું લઈને આવી હતી. ત્યાર બાદ રથ મોસાળથી નીકળવા રવાના થયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).