Face Of Nation 23-06-2022 : ચીન દ્વારા આયોજિત બે દિવસીય બ્રિક્સ સમિટ બુધવારથી શરૂ થઈ હતી. વર્ચ્યુઅલી યોજાઈ રહેલા 14માં બ્રિક્સ સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોટું નિવેદન આપ્યું છે. પુતિને કહ્યું કે, રશિયામાં ભારતીય સ્ટોર ખોલવા માટે વાતચીત ચાલી રહી છે. આ સંમેલનમાં બ્રિક્સ 5 દેશોનું સંગઠન છે. જેમાં રશિયા, ભારત, ચીન, બ્રાઝિલ અને દ.આફ્રિકા સામેલ છે.
રશિયામાં ભારતીય સ્ટોર ખોલવાની યોજના
બ્રિક્સ સંમેલનમાં બોલતા પુતિને કહ્યું કે રશિયા અને બ્રિક્સ દેશોના વેપારી સમુદાયો વચ્ચેનો સંપર્ક નોંધપાત્ર રીતે વધ્યો છે. રશિયામાં ભારતીય સ્ટોર્સ ખોલવા માટે વાતચીત ચાલી રહી છે. જો કે પુતિને એ સ્પષ્ટ નથી કર્યું કે, રશિયામાં કયા ભારતીય સ્ટોર્સની ચેન ખુલશે. તેમણે કહ્યું કે, આ સાથે જ રશિયન બજારોમાં મોટી સંખ્યામાં ચીની કાર, ઉપકરણો અને હાર્ડવેર લોન્ચ કરવા માટે વાતચીત ચાલી રહી છે. સાથે જ બ્રિક્સ દેશોમાં રશિયાની હાજરી વધી રહી છે.
રશિયા, બ્રિક્સ દેશો વચ્ચે વેપારમાં 38%નો વધારો
તેમણે કહ્યું કે 2022 ના પહેલા ત્રણ મહિનામાં રશિયા અને બ્રિક્સ દેશો વચ્ચે વેપારમાં 38 ટકાનો વધારો થયો છે. બ્રિક્સ દેશો સાથે રશિયાનો વેપાર વધીને 45 અબજ ડોલર થઈ ગયો છે.રશિયા પાસેથી વધુ તેલ ખરીદવાના ભારતના નિર્ણયથી અમેરિકા સહિત પશ્ચિમી દેશો સાથેના તેના સંબંધો પર અસર પડી છે. તે પણ ત્યારે જ્યારે રશિયાનું તેલ ભારતની કુલ તેલ આયાતમાં બે ટકાથી વધુ નથી. ભારતે તેલ ખરીદવાના રશિયાના નિર્ણયનો પણ બચાવ કર્યો છે. ભારતનું કહેવું છે કે પ્રતિબંધો છતાં યુરોપ રશિયાથી તેલ અને ગેસની નિકાસ કરી રહ્યું છે.
રશિયાની IT કંપનીઓ ભારતમાં વધારી રહી છે કારોબાર
રશિયા બ્રિક્સ દેશોમાં પણ સારા પ્રમાણમાં ખાતરની નિકાસ કરે છે. પુતિનનું કહેવું છે કે, રશિયાની આઈટી કંપનીઓ ભારત અને દક્ષિણ આફ્રિકામાં પોતાની ગતિવિધિઓ વધારી રહી છે. પુતિને કહ્યું કે બ્રિક્સ દેશોની સાથે મળીને અમે આંતરરાષ્ટ્રીય સ્તરે વૈકલ્પિક મિકેનિઝમ તૈયાર કરી રહ્યાં છે. અમે બ્રિક્સ દેશોની કરન્સીને આધારે એક આંતરરાષ્ટ્રીય મુદ્રા બનાવવાની સંભાવના ચકાસી રહ્યાં છીએ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized બે દિવસીય બ્રિક્સ સમિટમાં પુતિનનું નિવેદન; ‘રશિયા અને બ્રિક્સ દેશો વચ્ચે વેપારમાં...