Home Religion રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો; સપ્તાહમાં શરદી-ઉધરસના 151, તાવના 67 અને ઝાડા-ઊલટીના 91 નોંધાયા...

રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો; સપ્તાહમાં શરદી-ઉધરસના 151, તાવના 67 અને ઝાડા-ઊલટીના 91 નોંધાયા કેસ, મચ્છર ઉત્પતિ બદલ 395ને નોટિસ!

Face Of Nation 09-05-2022 : રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો છે. એક અઠવાડિયામાં શરદી-ઉધરસના 151, તાવના 67 અને ઝાડા-ઊલટીના 91 કેસ નોંધાયા છે. ચાલુ વર્ષ દરમિયાન ડેન્ગ્યુના 8, મેલેરિયાના 4 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે. બીજીતરફ છેલ્લા બે દિવસમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. હાલ સારવાર હેઠળ 6 દર્દી છે. જ્યારે કુલ કેસની સંખ્યા 63702 પર પહોંચી છે.
15,895 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી
મચ્છરજન્ય રોગચાળાને ડામવા માટે રાજકોટ મહાનગરપાલિકા પ્રયાસો કરી રહી છે. વાહકનિયંત્રણની કામગીરી હેઠળ 2 મેથી 8 મે સુધીમાં પોરાનાશક કામગીરી હેઠળ 15,895 ઘરોમાં પોરાનાશક કામગીરી કરી છે. તેમજ 124 ઘરમાં ફોગિંગ કામગીરી કરી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોને વ્હીકલ માઉન્ટેન ફોગિંગ મશીનથી ફોગિંગની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ બ્રહ્માણી પાર્ક (મોરબી રોડ), માટેલ સોસાયટી, સ્વામિનારાયણ સોસાયટી, ઘાંચીવાડ, રામનાથપરા, પ્રહલાદ પ્લોટ, તિલક પ્લોટ આઇ.પી. મીશન પાછળ, મંછાનગર, ભિમરાવનગર, લાલપરી, રાધિકા પાર્ક 2, ઓમપાર્ક, સોહમનગર, લલુડી વોકળી, સોરઠીયાવાડી વગેરે વિસ્તારોમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું.
મચ્છર ઉત્પતિ બદલ 395 વ્યક્તિને નોટિસ
ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેક્સ, ઔદ્યોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો એ જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદારને સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ બદલ નોટિસ અને વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી હતી. જેમાં રહેણાંક સિવાય અન્ય 230 બાંધકામ સાઇટ, સ્‍કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ, સરકારી કચેરી વગેરેની મચ્છર ઉત્પતિ બદલ તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ બદલ 395ને નોટિસ આપવામાં આવી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).