Home Politics નિતિન ગડકરી અધિકારીઓ અને સરકારી વ્યવસ્થા પર ભડક્યા, સમય પર નિર્ણય ના...

નિતિન ગડકરી અધિકારીઓ અને સરકારી વ્યવસ્થા પર ભડક્યા, સમય પર નિર્ણય ના લેવો મોટી સમસ્યા

Face of Nation 11-12-2021ભાજપના નેતા અને કેન્દ્ર સરકારમાં રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પોતાના વિભાગ સાથે જોડાયેલા અન્ય તમામ મુદ્દા પર ખુલ્લીને વાત કરતા રહ્યા છે. આ વખતે તેઓ અધિકારીઓ અને સરકારી વ્યવસ્થા પર ભડક્યા છે. SCL ઈન્ડિયા 2021ના સંમેલનમાં ગડકરીએ કહ્યું કે સિસ્ટમમાં લેટલતીફીના કારણે અનેક પરિયોજનાઓમાં મોડું થઈ રહ્યું છે. ખર્ચ વધી જાય છે. સમય પર નિર્ણય ન લેવો અને તમાં મોડું થવું મોટી સમસ્યા છે. ઓનલાઈન સંમેલનમાં ગડકરીએ કહ્યું કે હું કોઈની વિરુદ્ધ કોઈ પ્રકારનો આરોપ નથી લગાવવા માંગતો પરંતુ સિસ્ટમના કારણે વધારે પરિયોજનાઓમાં મોડું થઈ રહ્યું છે. સરકારી વ્યવસ્થામાં નિર્ણય ન લેવો અને તેમાં મોડું કરવું એ મોટી સમસ્યા છે.

ગડકરીએ શુક્રવારે આ કાર્યક્રમમાં કહ્યુંકે સમાધાન સમિતિઓને રસ્તા નિર્માણ પરિયોજનાઓ સંબંધિત મામલાને 3 મહિનામાં પહોંચી વળવું જોઈએ. તેમણે કહ્યું કે મામલાને ઉકેલવામાં મોડું કરવાથી પરિયોજનાઓનો ખર્ચ વધી જાય છે.  આ પ્રક્રિયા ઝડપથી કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે.

તેમણે કહ્યું તે મને મધ્યસ્થોની એક બેઠકમાં બોલાવવનો નિર્ણય કર્યો છે. હું તેમને કહું છુ કે એક નિર્ધારિત ફોર્મ બનાવવામાં આવે. જેને કોઈ નિર્માણ કોન્ટ્રાક્ટર મધ્યસ્થતા માટે જવું જોઈએ, તો તેનાથી ઉભરી શકે. ગડકરીએ કહ્યું કે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ 15 દિવસની અંદર અરજી પર નિર્ણય કરશે અને પછી મામલાનું સમાધાન સમિતિની પાસે આવશે. તેમણે કહ્યું કે સમાધાન સમિતિઓને 3 મહિનાની અંદર નિર્ણય આપી દેવો જોઈએ. ભારતીય અર્થવ્યવસ્થ માટે નિર્ધારિત સમય વાળા પાસાને ઘણું મહત્વ છે. ગડકરીએ કહ્યું કે મોટા ભાગે રસ્તા પરિયોજના વ્યવસ્થાગત કારણોમાં મોડું થયું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)