જનતાના આશીર્વાદ, જનમત અને જનસમર્થન ભાજપા સાથે છે, તેની પ્રતિતિ આ પરિણામોથી થાય છે: ભરત પંડ્યા
Face Of Nation:લોકસભા ચૂંટણી 2019માં ઐતિહાસિક વિજય બાદ સતત ભાજપાનો વિજયરથ પેટાચૂંટણીઓમાં પણ પ્રજાના આશીર્વાદ થકી ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠક, 10 નગરપાલિકાની 15 બેઠકોની પેટાચૂંટણીઓમાંથી 11 બેઠકો પર ભાજપાના ઉમેદવારોને પ્રજાના આશીર્વાદ મળ્યા છે.
સૌના સાથ સૌના વિકાસને પ્રજાએ સ્વીકાર્યું
ભાજપા પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને પ્રજાએ સ્વીકાર્યો છે તેના પરિણામ સ્વરૂપે ભાજપા પાસે અગાઉ 6 બેઠકો હતી. તેમાં વધારો થતાં ગુજરાતની આ પેટાચૂંટણીઓમાં કુલ 11 બેઠકો પર કમળ ખીલ્યું છે. જ્યારે કોંગ્રેસ પાસે 7બેઠકો હતી જે પેટાચૂંટણીઓમાં 3 ઉપર અટકી ગઇ છે. આમ, કોંગ્રેસ હંમેશા પરાજય બાદ વિખેરાતી જાય છે. આમ, જનતાના આશીર્વાદ, જનમત અને જનસમર્થન ભાજપા સાથે છે તેની પ્રતિતિ આ પરિણામોથી થાય છે.
ગુજરાતની જનતાએ ભાજપાને સ્વીકારી
પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રત્યેક નાની-મોટી ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ જે રીતે ભાજપામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેના પરથી પ્રતિત થાય છે કે જનતા જનાર્દને હંમેશા ભાજપાની વિકાસની રાજનીતિને સ્વીકારી છે અને વિવિધ નગરપાલિકામાં જનતા જનાર્દને ભાજપાના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે. તે બદલ સમગ્ર ગુજરાત ભારતીય જનતા પાર્ટી તેમનો હૃદયપૂર્વક આભાર માને છે.