Home News કાબુલથી ઇન્ડિયા આવેલા 78 લોકોમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા

કાબુલથી ઇન્ડિયા આવેલા 78 લોકોમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા

Face Of Nation, 25-08-2021: અફઘાનિસ્તાન થી રેસ્ક્યુ કરીને ભારતીયોને ભારત પરત લાવવાનું મિશન યથાવત છે. ત્યારે એવામાં મંગળવારના રોજ અફઘાનિસ્તાનથી દિલ્હી પરત લવાયેલા કુલ 78 યાત્રીઓમાંથી 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. મળતી જાણકારી અનુસાર, કાબુલથી ગુરુગ્રંથ સાહિબથી આવેલા ત્રણ ત્રિપુટીઓ પણ કોરોના વાયરસની ઝપેટે ચડી ગયા છે. જો કે રાહતની વાત એ છે કે, તમામમાં કોરોનાના લક્ષણ નથી દેખાઇ રહ્યાં. કોરોના વાયરસનો રિપોર્ટ આવ્યાં બાદ તમામ 78 લોકોને હાલમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી અને અન્ય નેતાઓ, અધિકારી પણ આ તમામ લોકોના સંપર્કમાં આવ્યાં હતાં.
અફઘાનિસ્તાનના કાબુલથી સતત ભારતીયોને ભારતીય વાયુસેનાના વિમાનો દ્વારા અહીં લાવવામાં આવી રહ્યાં છે. જેમાંથી ભારતીય નાગરિકોની સાથે-સાથે અફઘાની નાગરિકો પણ શામેલ છે. એવામાં મંગળવારના રોજ ભારત લાવવામાં આવેલા કુલ 78 લોકોમાંથી 16 લોકો કોરોના સંક્રમિત થયાં છે. જેમાં ગુરૂગ્રંથ સાહિબની ત્રણ ત્રિપુટીઓને પણ કાબુલથી ભારત લાવવામાં આવ્યાં છે.

ભારત અત્યાર સુધીમાં 500થી પણ વધારે લોકોને અફઘાનિસ્તાનથી સુરક્ષિત નીકાળી ચૂક્યું છે. આ સાથે એમ્બેસીમાં કામ કરનારા સ્ટાફને પણ પહેલેથી જ કાબુલથી પરત લાવી દેવાયા છે. ભારત દરરોજ બે વિમાનોને અફઘાનિસ્તાન લેવા માટે મોકલી રહ્યું છે(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)