Face Of Nation 05-1-2023 : એલોન મસ્કે ટ્વિટરને ટેકઓવર કર્યા પછી કંપનીના કર્મચારીઓમાં 50 ટકાનો ઘટાડો કર્યો હતો. આ સાથે જ ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ પણ 11000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. તો બીજીતરફ કર્મચારીઓની છટણી કરવા અંગે હજુ સુધી એમેઝોન કંપની તરફથી કોઈ સત્તાવાર જવાબ મળ્યો નથી. એમેઝોનમાં કર્મચારીઓની છટણીની અગાઉ પણ જાહેરાત થઈ હતી. આ જાહેરાત બાદ એમેઝોન કંપનીના શેરમાં પણ ભારે ઘટાડો નોંધાયો હતો. જ્યારે, સેલ્સફોર્સ ઇન્કએ બુધવારે માહિતી આપી હતી કે, તે પણ કાપ મૂકવાની યોજના બનાવી રહી છે. છેલ્લા કેટલાક મહિનામાં એમેઝોન કંપનીની ઝડપી વૃદ્ધિમાં ઘટાડો થયો છે, જેના કારણે હજારો કર્મચારીઓને નુકસાન સહન કરવું પડી શકે છે.
એમેઝોનમાં 10 હજાર કર્મીઓની છટણી કરશે?
ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, એમેઝોન કંપની 10,000થી વધુ કર્મચારીઓની છટણી કરવાનું વિચારી રહી છે. એમેઝોન કંપની સમગ્ર વિશ્વમાં દર વર્ષે 1.6 મિલિયનથી વધુ લોકોની ભરતી કરતી હોવાનુ માનવામાં આવે છે. કર્મચારીઓની છટણી માટે એમેઝોન કેટલાક યુનિટ પર ધ્યાન કેન્દ્રિત કકરી રહ્યું છે. વૉઇસ-સહાયક એલેક્સા અને તેના રિટેલ અને માનવ સંસાધન વિભાગમાંથી છટણી કરાશે. જો કે હાલ એમેઝોન દ્વારા કોઈ જ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.
છટણીની વાત બાદ કંપનીના શેર ઘટ્યા હતા
એમેઝોનમાં કર્મચારીઓની છટણીની અગાઉ પણ જાહેરાત થઈ હતી. આ જાહેરાત બાદ એમેઝોન કંપનીના શેરમાં પણ ભારે ઘટાડો નોંધાયો હતો. કંપનીએ તેના લગભગ 40 ટકા શેર ગુમાવ્યા છે. કંપનીનો શેર 2.4 ટકાના ઘટાડા સાથે $98.38 પર ટ્રેડ થયો હતો. એમેઝોન સંભવિત આર્થિક મંદી વચ્ચે છટણીની જાહેરાત કરનાર પ્રથમ કંપની નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized ટ્વિટર, મેટા બાદ હવે એમેઝોન કંપની 10,000થી વધુ કર્મચારીઓને છટણી કરવાનું વિચારી...