Face of Nation 12-02-2022 : આમતો દરેક હિન્દુ ધર્મમાં માનતા લોકોના ઘરમાં ભગવાનનું મંદિર તો હોય જ છે, અને અનેક ઘરોમાં પોતાની આસ્થા પ્રમાણેના વિવિધ ભગવાનોની છબી પણ હોય જ છે. અને જ્યારે આપણે વાત કરીએ છીએ કળયુગના જાગતા દેવ એવા હનુમાનજીની તો અનેક વિધર્મીઓ પણ હનુમાનજીને માને છે તેવા પણ અનેક દાખલા છે. લોકો ઘર કે ઘરના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ અને છબીજી રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે હનુમાનજીના કયા સ્વરૂપને ઘરમાં બિરાજમાન કરવું જોઈએ અને કયું ન રાખવું જોઈએ. તો આવો આજે આ વિશે જાણીએ.
આપણે ઘરના મંદિરમાં હનુમાનજીની મૂર્તિ અને તસ્વીર રાખીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ભગવાનના કયા સ્વરૂપને ઘરમાં બિરાજમાન કરવું જોઈએ અને કયું ન રાખવું જોઈએ. બજરંગબલીના કેટલાક સ્વરૂપો ઘરમાં ન રાખવા જોઈએ, તેનાથી કષ્ટ અને અશાંતિ થાય છે. આવો જાણીએ હનુમાનજીની કઈ કઈ તસવીરો ઘરમાં ન રાખવી જોઈએ.
આમ તો હનુમાનજીની અનેક પ્રસિધ્ધ છબીઓ અને મૂર્તિઓ જોવા મળે છે અને તમામ છબી અને મૂર્તિકષ્ટભંજનનું કામ કરે જ છે. પરંતુ દેરક છબીજીની એક પોતાની વિશેષતા છે. જેવી કે હનુમાનજી બેં હાથ જોડી, પલાઠી વાળી અને ભક્તિ કરતતી છબીજી વિશે એવુ કહેવામાં આવે છે કે આ છબીજી સમક્ષ તમે કોઈ પણ વસ્તુ માંગો તો તેની અસર થતી નથી કારણ કે જ્યારે હનુમાન રામ નામમાં લીન હોય છે, ત્યારે તે બીજુ કશું પણ સાંભળતા નથી. સામે હનુમાનજી એક હાથમાં ગદા એક હાથમાં દ્રોણાચલ પર્વત અને તેના પગ નીચે સ્ત્રી સ્વરુપે કોઈ છબીજી કે મૂર્તિમાં હોય તો તો ભક્તોની તમામ વિનંતી તુરંત સાંભળે છે અને તમામ પ્રકારના સંકટમાંથી પોતાના ભક્તને ઉગારે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજીની પૂજા હંમેશા સ્થિર સ્થિતિમાં હોય તેવી મૂર્તિ કે છબીજી સન્મુખ જ કરવી જોઈએ.
આજે જે વિશેષ છબીજી વિશે વાત કરવાની છે તે છે…
- હનુમાનજીની સંજીવની સાથે આકાશમાં ઉડતા હોય તેવી છબી. જી હા આવી છબી ઘરમાં ન રાખવી જોઈએ.
- ભગવાન હનુમાનજીની એવી છબીજી કે મૂર્તિ ક્યારેય પણ ઘરમાં ન રાખવી જોઈએ જેમાં તેમણે પોતાની છાતી કાપી હોય.
- ભગવાન રામ અને લક્ષ્મણ સાથે હનુમાનજીએ પોતાના ખભા પર બેસાડ્યા હોય તેવા ચિત્રનો ઉપયોગ ન કરવો જોઈએ.
- હનુમાનજી દ્વારા રાક્ષસોનો વધ કરતી વખતે અથવા હનુમાનજી દ્વારા લંકા દહનની તસવીરો ઘરમાં ન રાખવી જોઈએ.
આવા ચિત્રોથી જીવનમાં સુખ-સમૃદ્ધિનો અભાવ રહે છે અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત થતી નથી.
તો કેવી છબી શુભ માનવામાં આવે છે.
- પંચમુખી કે આશિર્વાદ આપતી
- અશોક વાટીકામાં મા સિતાની વાતો સાંભળતી
- યુવાવસ્થામાં પીળા વસ્ત્રો પહેરેલા હનુમાનજીનું ચિત્ર દોરવું શુભ ગણાય છે.
- સ્ટડી રૂમમાં લંગોટ પહેરેલ હનુમાનજીની તસવીર લગાવવી જોઈએ. જેના કારણે મન અભ્યાસમાં એકાગ્ર થાય છે.
- જે તસવીરમાં હનુમાનજી ભગવાન રામની સેવા કરી રહ્યા છે તેવી
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).