Home Sports 19 વર્ષીય નેશનલ પ્લેયર સાક્ષી રાવલનું ડેન્ગ્યુના કારણે મોત, પરિવારજનોનો તંત્ર સામે...

19 વર્ષીય નેશનલ પ્લેયર સાક્ષી રાવલનું ડેન્ગ્યુના કારણે મોત, પરિવારજનોનો તંત્ર સામે ગંભીર આક્ષેપ

Face Of Nation, 04-08-2021: વડોદરામાં ડેન્ગ્યુના કારણે 19 વર્ષીય નેશનલ જુડો ચેમ્પિયન યુવતી સાક્ષી રાવલનું મોત નીપજ્યું છે. પરિવારનો આક્ષેપ છેકે, તબીબની બેદરકારીને કારણે તેમના સંતાનનું મોત થયું છે. સાક્ષીના અકાળે અવસાનને કારણે હાલ તેમના પરિવારમાં શોકનો મહોલ છવાઈ ગયો છે. તબીબે ડેન્ગ્યુના બદલે ટાઈફોઇડના રોગની સારવાર કરતાં સાક્ષીનું મોત નિપજ્યું હોવાનો પરિવારે આક્ષેપ કર્યો..

ઝારખંડ ખાતે રમાયેલ રાષ્ટ્રીય કક્ષાની જુડો કોમ્પીટીશનમાં બ્રોન્જ મેડલ મેળવનાર 19 વર્ષિય સાક્ષી રાવલનું ડેંગ્યુ તાવમાં મોત નીપજતાં રમત-ગમત ક્ષેત્રે ભવિષ્ય બનાવી રહેલા ખેલાડીઓમાં શોકની લાગણી પ્રસરી ગઇ છે. સાક્ષી રાવલ માતા ગાયત્રીબહેન રાવલ સાથે રહેતી હતી. મા-દીકરી નોકરી કરીને સુખમય જીવન પસાર કરી રહ્યા હતા.

પરિવારજનોએ જણાવ્યું હતું કે તાજેતરમાં સાક્ષી રાવલ એન.સી.સી. કેમ્પ પૂરો કરીને ઘરે આવી હતી. ઘરે આવ્યા બાદ તેણે તાવ આવવાનું શરૂ થયું હતું. આથી તેઓએ તેમના ફેમિલી ડોક્ટર સાથે દવા લીધી હતી. તબિયત વધુ બગડતા ફેમિલી ડોક્ટરે બોટલ ચઢાવ્યો હતો. બોટલ ચઢાવ્યા બાદ રિએક્સન આવ્યું હતું. તબિયત વધુ લથડતા તેણે સંગમ હોસ્પિટલમાં રવિવારે સાંજે લઇ ગયા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ સાક્ષીની તબિયત વધુ ખરાબ છે. સયાજી હોસ્પિટલમાં લઇ જવા માટે જણાવતા અમે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં એક કલાકની રઝળપાટ બાદ દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું મોડી રાત્રે મોત નીપજ્યું હતું.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)