Home News પેપર કૌભાંડ મુદ્દે વધારે 2 આરોપીની , તપાસમાં થઇ રહ્યા છે મસમોટા...

પેપર કૌભાંડ મુદ્દે વધારે 2 આરોપીની , તપાસમાં થઇ રહ્યા છે મસમોટા ઘટસ્ફોટ

Face of Nation 18-12-2021:   ગુજરાતના સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા પેપર લીક કૌભાંડ મુદ્દે સાબરકાંઠા જિલ્લા પોલીસે વધારે બે આરોપીઓને ઝડપી લઇને 23 લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. રવિવારે લેવાયેલી હેડક્લાર્કની 186 જગ્યાઓની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફુટી ગયું હતું. જો કે સરકારે આ મામલો 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબુલ્યું હતું. જો કે સરકારે આ માટે ઉદાહરણીય પગલા ભરવા માટે આતંકવાદ વિરોધી કલમોનો ઉમેરો કરીને કડકમાં કડક કાર્યવાહી માટેની બાંહેધરી આપી છે.

ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડક્લાર્કના પેપરલીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે શુક્રવારે 11 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે પૈકી 6 આરોપીઓની અટકાયત કરાઇ છે. જ્યારે 11 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે. જે પૈકી કાલે 6 આરોપીઓની અટકાયત કરાઇ હતી. હવે વધારે 2 આરોપીઓની ધરપકડ કરીને 23 લાખ રૂપિયા જેટલી મોટી રકમ જપ્ત કરવામાં આવી છે. આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે, કોઇ પણ આરોપીને છોડવામાં નહી આવે. બીજી વખત કોઇ પેપર ફોડવાની હિંમત ન કરે તેવી કાર્યવાહી કરવામાં આવશે.

પેપરકાંડના આરોપી આરોપી દર્શનના ઘરેથી મળ્યા 23 લાખ રોકડા, 8 લોકોની ધરપકડ

જો કે પોલીસ મુખ્ય આરોપીને શોધી રહી છે જે હજી પણ પોલીસ પકડથી બહાર છે. આ કેસમાં મંડળનાં જ કર્મચારીની સંડોવણી ઉપરાંત કોઇ રાજકીય વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. જો હવે બાકીના આરોપીઓ ઝડપાય તે બાદ જ આગળની કાર્યવાહી અને તપાસ ચાલશે. જો કે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરનાર યુવરાજસિંહનો આરોપ છે કે, આમાં મંડળના ચેરમેન અસિત વોરાની સંડોવણી છે. અસિત વોરાને 72 કલાકમાં હટાવવામાં નહી આવે તો ગુજરાતનાં યુવાનો રસ્તા પર ઉતરશે તેવી પણ ચિમકી ઉચ્ચારી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)