Face Of Nation 20-05-2022 : લગભગ અઢી વર્ષ સુધી કોરોના વાઇરસથી બચી જવાનો દાવો કર્યા બાદ ઉત્તર કોરિયા આ દિવસોમાં રહસ્યમય તાવ સામે ઝઝૂમી રહ્યું છે. એપ્રિલના અંતથી આ દેશમાં લગભગ 20 લાખ લોકો રહસ્યમય તાવથી પીડિત છે. 12 મેના રોજ ઉત્તર કોરિયાએ પુષ્ટિ કરી કે તેના દેશમાં પ્રથમ વખત કોરોના વાઇરસ મળી આવ્યો હતો. તાવથી પીડાતા લોકોની સંખ્યા વધ્યા પછી અને પ્રથમ કોરોના કેસ મળ્યા પછી નોર્થ કોરિયાએ એને રાષ્ટ્રીય કટોકટીની જેમ લીધું છે. ત્યાંના સરમુખત્યાર કિમ જોંગે તમામ શહેરોમાં લોકડાઉન લગાવી દીધું છે. તાવ અને અસામાન્ય લક્ષણવાળા લાખો લોકોને ક્વોરન્ટીઈન કરી દેવાયા છે. તો બીજીતરફ આ દરમિયાન WHOએ ઉત્તર કોરિયાની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે ત્યાં જે રીતે કોરોના કેસને હેન્ડલ કરવામાં આવી રહ્યો છે એનાથી દુનિયામાં કોરોનાના નવા વેરિયન્ટનો ફેલાવો થવાનો ખતરો ઊભો થયો છે.
20 લાખ લોકો આ રહસ્યમય તાવથી પીડિત
WHOએ માર્ચ 2020માં કોરોના વાઇરસને મહામારી જાહેર કરી હતી, પરંતુ છેલ્લાં અઢી વર્ષથી ઉત્તર કોરિયા પોતાની સરહદો સીલ કરીને આ જીવલેણ વાઇરસથી સુરક્ષિત હોવાનો દાવો કરતું રહ્યું, પરંતુ આ વર્ષે એપ્રિલના અંતથી 2.6 કરોડની વસતિનો મોટો ભાગ રહસ્યમય તાવથી પીડિત છે.ઉત્તર કોરિયામાં એપ્રિલથી અત્યારસુધીમાં 20 લાખ લોકો આ રહસ્યમય તાવથી પીડિત છે. 12મી મેના રોજ ઉત્તર કોરિયાએ અહીં પ્રથમ વખત કોરોના વાઇરસના Omicronના ચેપી સબ-વેરિયન્ટ BA.2ની હાજરીની પુષ્ટિ કરી, પરંતુ બહુ ઓછા ટેસ્ટિંગને કારણે તેણે કોરોના સંક્રમિતોની ચોક્કસ સંખ્યા જણાવી ન હતી.
તાવ ફેલાવવાનું કારણ કોરોના વાઇરસ જ છે?
ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયા કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી અનુસાર, એપ્રિલના અંતથી 20 લાખથી વધુ લોકો તાવનાં લક્ષણોથી બીમાર થઈ ગયા છે, પરંતુ ટેસ્ટિંગના અભાવને કારણે ઉત્તર કોરિયાએ આમાંના ઘણા ઓછા કેસોને કોરોના કેસ હોવાની પુષ્ટિ કરી છે, પરંતુ એ જ સમયે વિદેશી નિષ્ણાતોનું માનવું છે કે ઉત્તર કોરિયામાં તાવ ફેલાવવાનું કારણ કોરોના વાઇરસ જ છે.
24 કલાકમાં તાવના 2 લાખ 62 હજાર 270 કેસ
એટલે કે તમામ દાવાઓ છતાં ઉત્તર કોરિયા હવે કોરોના વાઇરસના ભયંકર પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે. જોકે ઉત્તર કોરિયાનું સ્ટેટ મીડિયા હજી પણ પીડિતોની સંખ્યાની જાણ કરતી વખતે આંકડાઓ જાહેર કરી રહ્યું છે, એને ‘તાવના કેસો’ કહે છે. ઉત્તર કોરિયા દ્વારા 19 મેના રોજ જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં તાવના 2 લાખ 62 હજાર 270 કેસ નોંધાયા છે અને 1 વ્યક્તિનું મોત થયું છે. આ સાથે તાજેતરના દિવસોમાં ફેલાતા તાવથી મૃત્યુઆંક વધીને 63 થઈ ગયો છે. આ સમાચાર એજન્સીના અહેવાલ મુજબ હાલમાં 7.40 લાખ લોકો ક્વોરન્ટીન છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized ‘ચીનની જેમ ઉત્તર કોરિયાની બેદરકારી’; કિમ જોંગે લગાવ્યું તમામ શહેરોમાં લોકડાઉન, નોર્થ...