Face Of Nation:પટના ભારે વરસાદે બિહાર અને આસામની સ્થિતિ કફોડી કરી નાંખી છે. પુરના કારણે મૃત્યુઆંક વધીને 209 સુધી પહોંચી ગયો છે. બન્ને રાજ્યમાં પુરના કારણે લગભગ 1.06 કરોડ લોકો પ્રભાવિત થયા છે.બિહારમાં પુરમાં હાલ કોઇપણ પ્રકારની રાહત નથી મળી, જેના કારણે 85 લાખથી પણ વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. જોકે બીજા દિવસે મૃતકોની સંખ્યા વધીને 127 થઇ હતી. દરભંગા જિલ્લામાં સૌથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અહીં લગભગ એકજ દિવસમાં 12 લોકો મોતને ઘાટ ઉતરી ગયા છે. નેપાલમાં ભારે વરસાદના કારણે વરસાદનુ પાણી બિહારમાં આવ્યુ જેના કારણે બિહારની નદીઓ ઓવરફ્લો થઇ હતી.વળી, આસામની વાત કરીએ તો બારપેટા જિલ્લામાં પુરથી હોનારત સર્જાઇ છે. મૃતકોની સંખ્યા વધીને 82 થઇ ગઇ છે. આસામમાં 56 વિસ્તારોના 1,716 ગામોના 21.68 લાખ લોકો પુરથી પ્રભાવિત થયા છે.રાજ્યમાં બ્રહ્મપુત્રા સહિતની અનેક નદીઓ ખતરાના નિશાનીની ઉપર વહી રહી છે. બન્ને રાજ્યોમાં રાહત અને બચાવ કાર્યો સતત ચાલુ છે.