Home Uncategorized લોકપ્રિય નેતા શેના ? : મોદીના શાસન બાદ સૌથી વધુ ભારતીયોએ દેશ...

લોકપ્રિય નેતા શેના ? : મોદીના શાસન બાદ સૌથી વધુ ભારતીયોએ દેશ છોડી વિદેશમાં આશરો લીધો !

Face Of Nation 26-01-2025 : ભારતમાં હાલ મોદી મોદીના નામની જાણે કે હવા ચાલી છે અને આ હવા બનાવવા પાછળ ભારતીય મીડિયાનો સિંહ ફાળો રહેલો છે. જેને ઇતિહાસ ક્યારેય ભૂલશે નહીં. ભારતના ઇતિહાસમાં મીડિયાએ સૌથી વધુ નિમ્ન કક્ષાની ભૂમિકા સત્તાધારી ભાજપ પક્ષના મોદીના નેતૃત્વના શાસનમાં ભજવી તેમ કહેવામાં કોઈ અતિરેક નથી. ખરેખર દરેક ભારતીય માટે આ વાત શરમજનક કહી શકાય કે, જે ભારતમાં મોદી મોદીના નારા લાગી રહ્યા છે તે ભારતના નાગરિકોએ ભારતનો ત્યાગ કરીને અન્ય દેશોમાં આશરો લીધો છે.
વર્ષ 2020માં અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યા 10,59,770 હતી. જે 2022માં 17,93,060 નોંધાઈ અને ત્યારબાદ 2023માં 25,99,630 સુધી પહોંચી ગઈ. આ આંકડા જ બતાવે છે કે, મોદીની ભારતમાં લોકપ્રિયતા કેટલી અને કેવી છે. મોદીની લોકપ્રિયતા જેટલી મીડિયામાં છે તેટલી પ્રજામાં નથી અને તેથી જ લોકો દેશ છોડી રહ્યા છે. દેવું કરીને, જમીનો વહેંચીને, ઘર વેચીને હવે ક્યારેય ભારત પરત ન ફરવાની ઇચ્છાએ લોકો પોતાની જન્મભૂમિ છોડી રહ્યા છે કેમ કે આ લોકો એવું દ્રઢ પણે માની રહ્યા છે કે, મોદી શાસનમાં તેમની અને તેમના સંતાનોની આવતીકાલ સુરક્ષિત નથી. આ આંકડાઓ કોઈ મીડિયાએ કે કોઈ રાજકીય પક્ષે ઉભા કરેલા નથી. આ આંકડાઓ અમેરિકાએ સત્તાવાર જાહેર કરેલા છે.
માત્ર અમેરિકા દેશની જ વાત કરીએ તો, અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી કરનારા ભારતીયોની સંખ્યા 2016થી લઈને સતત વધતી રહી છે. જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઇ ત્યારથી ગેરકાયદે બોર્ડર પાર કરીને અમેરિકામાં ઘુસનારાઓની ઊંઘ હરામ થઇ ગઈ છે. અમેરિકામાં હાલ બોર્ડર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. અમેરિકાના મોટા ભાગના રાજ્યોમાં બોર્ડર પોલીસ અને સ્થાનિક પોલીસે ચેકીંગ સઘન બનાવી દીધું છે. હાલમાં અમેરિકાના કોઈ પણ ગેસ સ્ટેશન કે સ્ટોરમાં કામ કરનારા તમામ ગેરકાયદે લોકોમાં ફફળાટ છે. સાથે જ કેટલાક ભારતીયો જાણે કે, આ તકનો લાભ લઈને ભારતીયોની ધરપકડો, ભારતીયોના ડિપોર્ટેશન થયા હોવાની અફવાઓ ફેલાવીને અફ્વાના બજારો ગરમ કરવામાં લાગી ગયા છે.
2024 ના વાર્ષિક અહેવાલ મુજબ, દેશનિકાલ કરાયેલા ભારતીયોની સંખ્યામાં ચાર વર્ષમાં પાંચ ગણો વધારો થયો છે. 2021 માં 292 થી 2024 માં 1,529 થઈ ગઈ. જો કે દેશનિકાલના આંકડાઓ પણ બહાર આવ્યા છે. ગયા ઑક્ટોબરમાં બિનદસ્તાવેજીકૃત પુખ્ત ભારતીયોને પરત મોકલતી ચાર્ટર ફ્લાઇટ્સ વિશે માહિતી શેર કરતાં, હોમલેન્ડ સિક્યુરિટી વિભાગના એક સહાયક સચિવે ઑક્ટોબર 2023 અને સપ્ટેમ્બર 2024 વચ્ચે ચાર્ટર અને કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા પરત લાવવામાં આવેલા ભારતીયોની સંખ્યા 1,100 હોવાનું જણાવ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 પર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. ફેસબુકમાં faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).