Home Crime ચોરને પકડવા જતાં યુવકે ગુમાવ્યો જીવ, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

ચોરને પકડવા જતાં યુવકે ગુમાવ્યો જીવ, સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

Face Of Nation, 09-09-2021:  સુરતના પાંડેસરા વિસ્તાર માં મોડી રાત્રે બનેલી ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ભયના માહોલ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો. અહીંયા એક સોસાયટીમાં ચોરી કરવા ત્રણ જેટલા ચોર આવ્યા હતા. ચોરી દરમિયાન મકાનના લોકો જાગી જતા ચોરોએ ભાગવું પડ્યું હતું. આ દરમિયાન મકાનમાં રહેતો એક યુવક ચોરોને પકડવા તેમની પાછળ દોડ્યો હતો. ચોર ઈસમોએ આ યુવકના ગળાના ભાગે ચપ્પુના ઘા મારી દેતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં બનેલી ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા મણિનગરમાં પ્લોટ નંબર-73માં રહેતા પરિવારમાં ગઇકાલે ત્રણ જેટલા ચોર ચોરી કરવા માટે ઘરમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન ઘરના લોકો જાગી જતા ચોરોએ ચોરી કરવાનું પડતું મૂકી ભાગવાનો વારો આવ્યો હતો.

આ દરમિયાન પરિવારનો વિરેન્દ્ર ગુપ્તા નામનો યુવાન ચોરોને પકડવા માટે પાછળ ગયો હતો. જેથી ચોરોએ પોતાનો જીવ બચાવવા માટે યુવાનને ગળાના ભાગે ચપ્પુ મારી તેને ઘાયલ કરી દીધો હતો. ગળા પર પ્રહાર થવાને પગલે યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત થયું હતું. ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં પોલીસ સામે લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)