Face Of Nation:આજે વિજય રૂપાણીનો જન્મદિવસ છે. ત્યારે રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં હાજર રહ્યા છે. પત્ની અંજલીબેન સાથે વિજય રૂપાણીએ મહાદેવની પૂજા અર્ચના કરી આશિર્વાદ મેળવ્યા હતા. બાદમાં આજીડેમ પાસે વૃક્ષારોપણ કર્યું હતું અને જણાવ્યું હતું કે, વડોદરામાં દીવાલ ધરાશાયી થઇ તેમાં ચાર લોકોના મૃત્યુ થયા હતા. તે તમામ મૃતકોના પરિવારજનોને 4-4 લાખની સહાય આપવામાં આવશે.
રાજકોટ આવેલા વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, વડોદરામાં પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે. જે લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે તે તમામને 3 દિવસની ધારાધોરણ મુજબ કેશડોલ ચૂકવવામાં આવશે. દીવાલ ધરાશાયીમાં જે 4 વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તેમને 4-4 લાખની સહાય આપવામાં આવશે. જે લોકોની ઘર વખરી તણાઇ ગઇ છે તેમને ધારાધોરણ મુજબ સહાય આપવામાં આવશે.રાજકોટમાં ચાલુ કાર્યક્રમ દરમિયાન સીએમ વિજય રૂપાણીએ વડોદરાની સ્થિતિ અંગે ટેલિફોનિક વાતચિત કરી હતી અને વડોદરાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. આ સાથે જ તમામને મદદ આપવા માટે કેન્દ્ર સરકારે બાંહેધરી આપી છે.