Face Of Nation 23-07-2022 : નવી દિલ્હી રેલવે સ્ટેશન પર એક મહિલા (30 વર્ષ) સાથે ગેંગરેપની ઘટનામાં રેલવેના 4 કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ચારેય આરોપી રેલવેના ઈલેક્ટ્રીકલ ડિપાર્ટમેન્ટના છે. તેમણે ગુરુવારે રાત્રે પ્લેટફોર્મ પર બનેલા ટ્રેન લાઈટિંગ રુમમાં રેપની ઘટનાને અંજામ આપ્યો હતો. જ્યારે બે આરોપી મહિલા સાથે દુષ્કર્મ આચરી રહ્યા હતા ત્યારે અન્ય બે આરોપી બહાર ગાર્ડ બનીને ઊભા રહ્યા હતા. તો બીજીતરફ આરોપીની ઓળખ સતીષ કુમાર (35 વર્ષ), વિનોદ કુમાર (38 વર્ષ), મંગલ ચંદ (33 વર્ષ) અને જગદીશ ચંદ (37 વર્ષ) તરીકે કરવામાં આવી છે. રેલવે DCP હરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે મહિલાએ સવારે 3.27 વાગ્યે તેમને કોલ કરી આ ઘટના અંગે જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી તેને બચાવી હતી.
રેલવેમાં નોકરી અપાવવાના બહાને દુષ્કર્મ આચર્યું
મહિલાએ પોલીસને આપવામાં આવેલી માહિતીમાં મહિલાએ કહ્યું કે તે હરિયાણાના ફરીદાબાદની રહેવાસી છે. તે બે વર્ષ અગાઉ તેના પતિથી અલગ થઈ ગઈ હતી અને નોકરીની શોધમાં હતી. તે એક મિત્ર મારફતે સતિષને મળી હતી, જેણે રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. ગુરુવારે સતિષે તેને દીકરાના જન્મ દિવસ નિમિત્તે પાર્ટીમાં બોલાવી હતી. સાંજે 10:30 વાગે કીર્તિ નગર મેટ્રો સ્ટેશન પર મહિલા સતિષને મળી હતી. ત્યારબાદ સતિષ તેને નવી દિલ્હી રેલવે સ્ટેશન લઈ ગયો હતો, જ્યા અન્ય ત્રણ આરોપી પણ હતા. ત્યારબાદ ટ્રેન લાઈટિંગ હટમાં ચારેય વ્યક્તિએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે બે કલાકમાં જ ચારેય આરોપીની ધરપકડ કરી લીધી હતી અને તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).