Home Uncategorized યુક્રેનની રાજધાની કિવ પાસે બુચા શહેરમાં એકસાથે 410ના મૃતદેહ મળ્યા; મૃતદેહોને દફનાવવા...

યુક્રેનની રાજધાની કિવ પાસે બુચા શહેરમાં એકસાથે 410ના મૃતદેહ મળ્યા; મૃતદેહોને દફનાવવા માટે 45 ફૂટ લાંબો ખાડો ખોદાયો!

Face Of Nation 04-04-2022 : યુક્રેનની રાજધાનીમાં રશિયન સેના દ્વારા કરવામાં આવેલી ક્રૂરતા હવે સામે આવી રહી છે. કિવમાંથી હૃદયસ્પર્શી તસવીરો સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે કિવ નજીક બુચા શહેરમાં લગભગ 410 નાગરિકોના મૃતદેહો મળી આવ્યા હતા. આ સાથે જ કેટલીક તસવીરો પણ સામે આવી છે જેમાં રશિયાની સેનાની નિર્દયતા સ્પષ્ટ દેખાઈ રહી છે. બંને હાથ બાંધેલા એક વ્યક્તિના માથા પર નજીકથી ગોળી મારવામાં આવેલ મૃતદેહોની તસવીરો સામે આવી હતી. એક યુએસ કંપનીએ સેટેલાઇટ ફોટા શેર કર્યા છે અને દાવો કર્યો છે કે અહીં ચર્ચમાં મોટી સંખ્યામાં મૃતદેહોને દફનાવવા માટે 45 ફૂટ લાંબો ખાડો ખોદવામાં આવ્યો હતો. કિવ નજીક બુચા શહેરની મુલાકાત લેનાર સમાચાર એજન્સી રોયટર્સનાં પત્રકારોએ રસ્તા પર અનેક મૃતદેહોને પડેલા જોયા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).