Home News રાજ્યમાં આવી ગઈ ત્રીજી લહેર! અમદાવાદમાં સૌથી વધુ નવા કેસ સામે આવ્યા

રાજ્યમાં આવી ગઈ ત્રીજી લહેર! અમદાવાદમાં સૌથી વધુ નવા કેસ સામે આવ્યા

Face Of Nation, 10-11-2021: શું ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. દિવાળીના તહેવારો પૂરા થવાની સાથે નવા કેસમાં મોટો વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42 કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. તો છેલ્લા 24 કલાકમાં 36 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 26 હજાર 820 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 10090 લોકોના મોત થયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા છે. તો સુરતમાં 5, વલસાડમાં 5, વડોદરા શહેરમાં 4, મોરબી, રાજકોટમાં બે-બે, આણંદ, ભરૂચ, ગીર સોમનાથ, જામનગર, કચ્છ અને તાપીમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો આ દરમિયાન 36 લોકો સાજા પણ થયા છે.

ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 215 છે. તો 8 દર્દી વેન્ટિલેટર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 16 હજાર 521 લોકો સાજા થયા છે. તો અત્યાર સુધી કોરોનાને કારણે 10 હજાર 90 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતનો રિકવરી રેટ 98.75 ટકા છે.

રાજ્યમાં આજે સાંજે 4 કલાક સુધીમાં 4 લાખ 9 હજાર 727 ડોઝ આપવામાં આવ્યા છે. તો રાજ્યમાં અત્યાર સુધી 7 કરોડ 24 લાખ 64 હજાર 058 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)