Face Of Nation 20-05-2022 : ‘બેબી ડૉલ’ ફૅમ સિંગર કનિકા કપૂર NRI (નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન) બિઝનેસમેન સાથે લગ્ન કરી રહી છે. કનિકા કપૂરે સોશિયલ મીડિયામાં મહેંદી સેરેમનીની તસવીરો શૅર કરી હતી. કનિકા કપૂર લંડનમાં લગ્ન કરવાની છે. કનિકા પેસ્ટલ ગ્રીન લહેંગા, ફ્લોરલ જ્વેલરીમાં જોવા મળી હતી. કનિકાના આ બીજા લગ્ન છે. પહેલાં લગ્નથી તેને ત્રણ સંતાનો છે. તો બીજીતરફ 43 વર્ષીય કનિકાએ સોશિયલ મીડિયામાં મહેંદી ફંક્શનની તસવીરો શૅર કરી હતી. તેણે તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘G (હાર્ટ ઇમોજી) આઇ લવ યુ સો મચ.’ આ તરફ કનિકાનો બીજો પતિ ગૌતમ NRI બિઝનેસમેન છે. તે દાના ગ્રૂપ ઑફ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર છે. બંનેની મુલાકાત એક વર્ષ પહેલાં થઈ હતી. બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું.
18 વર્ષની ઉંમરે રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા
21 ઓગસ્ટ 1979ના રોજ યુપીના એક ખત્રી(કાયસ્થ) પરિવારમાં જન્મેલી કનિકાએ માત્ર 18 વર્ષની ઉંમરમાં NRI બિઝનેસમેન રાજ ચંડોક સાથે લગ્ન કર્યા હતા. તેમને ત્રણ સંતાનો આયના, સમારા તથા યુવરાજ છે. કનિકા લખનઉની છે. જોકે, 1997માં લગ્ન બાદ તે લંડન શિફ્ટ થઈ ગઈ હતી. લગ્નજીવનના 12 વર્ષ બાદ કનિકા તથા રાજ વચ્ચે ઝઘડા થવા લાગ્યા હતા. સંબંધોમાં કડવાશ આવી જતા કનિકાએ 2010માં ડિવોર્સ લીધા હતા. પતિનું ઘર છોડીને તે લખનઉ આવી ગઈ હતી. 2012માં બંનેના ડિવોર્સ થયા હતા.
ડિવોર્સ બાદ કનિકાએ મ્યૂઝિક કરિયર શરૂ કરી
ડિવોર્સ બાદ કનિકા મ્યૂઝિક કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી. અહીંયા તેણે પહેલીવાર ‘જુગની જી’ ગીત ગાયું હતું. 2014માં કનિકાએ ગીત ‘બેબી ડૉલ’ ગાયું હતું. આ ગીતમાં સની લિયોની હતી. આ ગીત ઘણું જ હિટ રહ્યું હતું. કનિકાએ ‘ચિટ્ટિયા કલઇયા’, ‘દેસી લુક..’ જેવા અનેક ગીતો ગાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).