Home World મેક્સિકોમાં મોટી દુર્ઘટના, અકસ્માતમાં 49 લોકોના મોત, 58 ગંભીર રીતે ઘાયલ

મેક્સિકોમાં મોટી દુર્ઘટના, અકસ્માતમાં 49 લોકોના મોત, 58 ગંભીર રીતે ઘાયલ

Face of Nation 10-12-2021:  મેક્સિકોના ચિયાપાસ વિસ્તારથી પસાર થઇ રહેલો એક ટ્રક વળાંકમાં પલટી જવાથી અકસ્માત સર્જાયો હતો. આ ટ્રકમાં 100થી વધુ લોકો હાજર હતા જેમાં સૌથી વધુ મધ્ય અમેરિકન દેશના પ્રવાસી હતા.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 49 લોકોના મોત થવાની પુષ્ટિ થઇ છે. ત્યારે, 58 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત જણાઇ રહ્યા છે.

સ્થાનિક તંત્રએ ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ પહોંચાડ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. જણાવી દઇએ કે મધ્ય અમેરિકન દેશોની ગરીબી અને હિંસાથી ભરેલા મહોલથી નિકળવા માટે પ્રવાસીઓ મેક્સિકોના રસ્તે અમેરિકન બોર્ડર પર પહોંચવાનો પ્રયત્ન કરે છે. અંદાજિત 40 ઇજાગ્રસ્તોને ગંભીર ઇજાઓ આવી અને તેમને સ્થાનિક હોસ્પિટલ લઇ જવાયા. એટલે ઓછામાં ઓછા 107 લોકો વાહનમાં સવાર હતા. મેક્સિકોમાં માલવાહક ટ્રકો માટે દક્ષિણી મેક્સિકોમાં પ્રવાસી-તસ્કરી અભિયાનમાં આટલા બધા લોકોનો જીવ ગુમાવવા અસામાન્ય નથી.

(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)