Home Special ચોથી લહેરના ભણકારા; ઈટાલીમાં 1 દિવસમાં રેકોર્ડબ્રેક 30,000થી વધુ કેસ નોંધાયા તો...

ચોથી લહેરના ભણકારા; ઈટાલીમાં 1 દિવસમાં રેકોર્ડબ્રેક 30,000થી વધુ કેસ નોંધાયા તો ફ્રાન્સમાં હોસ્પિટલના બેડ ખૂટી પડ્યાં!

Face Of Nation 31-03-2022 : કોરોનાએ ફરી વાર દુનિયામાં વિનાશ વેરવાનું શરૂ કર્યું છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કેટલાક દેશોમાં અચાનક કેસ વધી રહ્યા છે. ચીન છેલ્લા બે વર્ષમાં સંક્રમણના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહ્યું છે. અહીંના સૌથી વધુ વસ્તીવાળા શહેર શાંઘાઈમાં સોમવારથી શરૂ થયેલા લોકડાઉનના બીજા તબક્કાનો ફટકો પડ્યો છે. છેલ્લા 24 કલાકમાં ફ્રાન્સમાં રેકોર્ડ સંખ્યામાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પહેલી ફેબ્રુઆરીથી આ સંખ્યા 467થી વધીને 21,073 થઈ ગઈ છે. તો બીજીતરફ ફ્રાન્સમાં પણ દિનપ્રતિદિન કોરોનાના કેસમાં વધારો આવી રહ્યો છે. પરિસ્થિતિ એટલી બધી ખરાબ બની છે કે હોસ્પિટલમાં હવે ખાટલા પણ ખૂટી પડી ગયા છે. દરરોજ રેકોર્ડબ્રેક સંખ્યામાં દર્દીઓ હોસ્પિટલોમાં ભરતી થઈ રહ્યાં છે.
ઈટાલીમાં 1 દિવસમાં નોંધાયા કોરોનાના 30,710 કેસ
ઇટાલીમાં સોમવારે 30,710 નવા કોવિડ -19 કેસ નોંધાયા હતા, જે એક દિવસ પહેલા 59,555 હતા. મૃતકોની સંખ્યા 82થી વધીને 95 થઈ ગઈ છે. શુક્રવારે દેશમાં 75,616 કેસ મળ્યા હતા અને ગુરુવારે 81,811 કેસ નોંધાયા હતા. સોમવારે શાંઘાઈમાં લોકડાઉનનો બીજો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે, જેના કારણે લોકડાઉનના પ્રથમ તબક્કાને વધુ કડક બનાવવામાં આવ્યું છે. અહીં દરરોજ નોંધાતા કેસોની સંખ્યા 4400થી વધુ છે. લોકોને તપાસ ન થાય ત્યાં સુધી ઘરની અંદર જ રહેવાનું કહેવામાં આવ્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).