Face Of Nation, 21-08-2021: ગુજરાતમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે અને નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ દુનિયામાં કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના કોરોના વિભાગમાં 5 મહિનાના બાળકનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બાળકનું શંકાસ્પદ કોરોનાથી મોત નીપજ્યું છે.
કોઠારીયા રોડ પર આવેલ ઘનશ્યામનગરમાં રહેતા બાળકને 19 તારીખે કોરોના થતા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે સવારે 5:30 વાગ્યે મૃત્યુ થતા ફફડાટ ફેલાયો છે. સિવિલ સુપરિટેન્ડન્ટ દ્વારા આ કેસની તપાસ કરવા આદેશ આપ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 17 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં હાલ 186 એક્ટિવ કેસ છે અને 6 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 2,75,726 દર્દીઓનું રસીકરણ થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 4,22,69,128 લોકોનું રસીકરણ કરાયું છે. આજે રાજ્યમાં 14 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા હતા. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,008 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે..(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)