https://youtu.be/b_icfqV8puU
Face Of Nation 02-04-2022 : રશિયાના હુમલાનો જવાબ આપવા યુક્રેનના લશ્કરે રશિયાના એક શહેર ઉપર હુમલો કર્યો છે. એક ખાનગી એજન્સીના જણાવ્યા મુજબ રશિયાના પશ્ચિમી શહેર બેલગોરોદના ગવર્નરે કહ્યું છે કે, શુક્રવારે યુક્રેનના 2 હેલિકોપ્ટરે તેમને ત્યાં ઓઈલ ડેપો ઉપર એરસ્ટ્રાઈક કરી હતી. બીજીતરફ સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે ગયા મહિને શરૂઆત થયેલા રશિયાના હુમલા બાદથી યુક્રેનમાં 50થી વધારે ઐતિહાસિક સ્થળ, ધાર્મિક ભવન અને સંગ્રહાલય સ્થળનો સર્વનાશ થઈ ચુક્યો છે. તેમા 29 ધાર્મિક સ્થળો, 16 ઐતિહાસિક ઈમારતો, ચાર સંગ્રહાલયો તથા 4 સ્મારકોને નુકસાન પહોંચાડે છે.
રશિયાના હુમલામાં 153 બાળકોના મોત થયા છે
યુક્રેને દાવો કર્યો છે કે, અત્યાર સુધીમાં રશિયાના 17,700 સૈનિકો માર્યા ગયા છે, અને 143 ફાઈટર પ્લેન તથા 625 ટેન્કનો નાશ કરવામાં આવ્યો છે. મારિયુપોલના સિટી કાઉન્સિલનું કહેવું છે કે; અત્યાર સુધીમાં શહેરમાં ફલાયેલા 2000 નાગરિકને બહાર કાઢવામાં આવ્યા છે. આ યુદ્ધમાં બન્ને દેશની સેના સાથે સામાન્ય લોકોને પણ જાન-માલનું ભારે નુકસાન થઈ રહ્યું છે. યુક્રેનના પ્રોસિક્યુટર જનરલ ઓફિસરના જણાવ્યા પ્રમાણે રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 153 બાળકોના મોત થયા છે, જ્યારે 245 કરતાં વધારે બાળકો ઈજાગ્રસ્ત થયા છે.
દરરોજ 10 લાખ બેરલ ક્રુડ ઓઈલ છૂટુ કરશે અમેરિકા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યુક્રેન ઉપર હુમલાને ધ્યાનમાં રાખી ઈંધણની વધતી કિંમતોને ઓછી કરવા માટે આગામી છ મહિના સુધી દરરોજ 10 લાખ બેરલ ઓઈલ માર્કેટમાં ઠાલવવાની જાહેરાત કરી છે. વ્હાઈટ હાઉસે કહ્યું કે યુક્રેનમાં સૈન્ય આક્રમણને લીધે રશિયા ઉપર અમેરિકા સહિત અને દેશો દ્વારા આર્થિક પ્રતિબંધ લાદવામાં આવતા કિંમતમાં વધારો થયો છે ત્યારે અમેરિકાએ આ નિર્ણય લીધો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).