Face Of Nation, 19-08-2021 : ગુજરાતમાં સ્કૂલ માફી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. સ્કૂલોમાં 50 ટકા ફી માફી માટેની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. સરકાર દ્વારા ફી ઘટાડા અંગે નિર્ણય નહીં લેવાતા વાલી મંડળે જાહેરહિતની અરજી કરી છે.
હાઇકોર્ટમાં અરજદારની રજુઆત છે કે, કોરોનાને કારણે લોકોના ધંધા રોજગાર પર મોટી અસર થઈ, જેથી આવક પણ ઓછી થઈ. રાજ્ય સરકાર તરફથી 2020-21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 25 ટકા ફી માફી આપવામાં આવી હતી. આ વર્ષે ફી માફી માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફી ઘટાડા અંગે સરકાર જરૂરી નિર્ણય લે એવા નિર્દેશોની માંગ સાથે ઓલ ગુજરાત વાલી મંડળે અરજી કરી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)