Home News અમદાવાદ : સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન થતા હિન્દ માર્કેટને 50 હજાર દંડ,...

અમદાવાદ : સોશિયલ ડીસ્ટન્સનું પાલન ન થતા હિન્દ માર્કેટને 50 હજાર દંડ, અમુલ પાર્લર સીલ

ફેસ ઓફ નેશન, 01-05-2020 : કોરોનાની મહામારી સામે લડવા માટે તંત્ર શક્ય એટલા તમામ પ્રયાસો કરી રહ્યું છે. સાથે જ અમદાવાદ મ્યુ. કોર્પોરેશને એક ગાઈડ લાઈન પણ જાહેર કરી છે. જે મુજબ નિયમોનું પાલન કરવા માટે શાકભાજીવાળા, કરિયાણાવાળા, સુપર માર્કેટ ધરાવતા લોકોને સૂચના આપવામાં આવી છે. આવા લોકો જો સૂચનાનું પાલન ન કરે અને ગાઈડલાઈનમાં દર્શાવવામાં આવેલા નિયમોનો ભંગ કરે તો દંડ કરવાથી માંડીને દુકાન સીલ કરવાની કાર્યવાહી કોર્પોરેશને શરૂ કરી છે. જેને લઈને ચાંદલોડિયા વોર્ડમાં ગોદરેજ ગાર્ડન સીટી નજીક આવેલા હિન્દ માર્કેટને 50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ માર્કેટમાં સોશિયલ ડિસ્ટન્સીનું પાલન નહીં થતું હોવાથી આ દંડ ફટકારવામાં આવ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દુકાનદારોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સીનું પાલન કરાવવા અને જાગૃતિ લાવવા માટે લાઉડસ્પીકરથી જાહેરાત અને બેનરો લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક દુકાનદારો આ નિયમોનું પાલન કરતા નથી. જેને લઈને કોર્પોરેશને આવા લોકો ઉપર સખ્તાઈ વર્તવાનું શરૂ કર્યું છે. તમામ સુવિધાઓ આપવા છતાં નિયમોનું પાલન ન કરનારા દુકાનદારોને 50 હજાર સુધીનો દંડ અને ત્રણ મહિના સુધી દુકાનનું લાઇસન્સ રદ્દ કરવા સહિતના કડક નિયમો અમલી કરવામાં આવ્યા છે. જેને લઈને આજે સવારથી કોર્પોરેશનની ટિમો જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ અર્થે નીકળી હતી. બોડકદેવમાં આવેલા અમૂલ પાર્લરે દંડ ન ભરતા સીલ મારવામાં આવ્યું હતું. (સતત સમાચારોની અપડેટ મેળવવા આપ અમને 9328282571 નંબર ઉપર “News” લખીને વોટ્સએપ મેસેજ કરો. આપની આસપાસ બનતી ઘટનાઓ પણ અમને ફોટો-વિડિયો કે લેખિત માહિતી દ્વારા મોકલાવો. આપ અમને ફેસબુકમાં પણ લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ફેસબુકમાં આપ અમને faceofnation.news નામથી સર્ચ કરી શકો છો)

લક્ષણો ન હોવા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેવા લોકો હવે ઘેર બેઠા શરતોને આધીન સારવાર લઈ શકશે

સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !

પ્રથમવાર એવો સમય છે કે પ્રજા કર્ફ્યુ માંગે છે અને સત્તા સહમત નથી થતી

સરકારમાં સંકલનનો અભાવ, ગાંધીનગરથી જાહેરાત થાય છતાં અધિકારીઓ અજાણ !