Face Of Nation 05-06-2022 : બોલિવૂડ પ્રોડ્યૂસર-ડિરેક્ટર કરન જોહરે 25મી મેના રોજ 50મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ પાર્ટીની થીમ બ્લેક એન્ડ બ્લિંગ હતી. સેલેબ્સ ગ્લેમરસ અંદાજમાં જોવા મળ્યા હતા. કરને અંધેરી સ્થિત યશરાજ સ્ટૂડિયોમાં ભવ્ય પાર્ટી આપી હતી. જોકે, કરનની પાર્ટી ફરી એકવાર વિવાદમાં આવી છે. શાહરુખ ખાન અને કેટરીના કૈફ કોરોના પોઝિટિવ છે. શાહરુખને પહેલી જ વાર કોરોનાનો ચેપ લાગ્યો છે.
શાહરુખ- કેટરિના ઘરમાં જ આઇસોલેશનમાં છે
કરન જોહરની પાર્ટીમાં સામેલ થયા બાદ કેટરીનાને બીજીવાર કોરોના થયો છે. નોંધનીય છે કે ગયા વર્ષે એપ્રિલમાં કેટરીનાને કોરોના થયો હતો. કેટરીના ડિરેક્ટર શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમિસ’નું શૂટિંગ શરૂ કરવાની હતી. જોકે, કોરોના પોઝિટિવ આવ્યા બાદ શૂટિંગ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. કેટરીના અબુ ધાબીમાં યોજાયેલા IIFA 2022 અવોર્ડ શોમાં સામેલ થઈ નહોતી. અહીંયા વિકી કૌશલ એકલો જ આવ્યો હતો. કેટરીના બાદ હવે શાહરુખ કોરોના પોઝિટિવ હોવાની વાત સામે આવી છે. શાહરુખ ઘરમાં જ આઇસોલેશનમાં છે. કેટરીના ઘરમાં જ છે.
અમુક કોરોના પોઝિટિવ છે, તે વાત જાહેર કરી નથી
કોરોનાનો ભોગ બનનાર મહેમાનોના નામ સામે આવ્યા નથી. જોકે, માનવામાં આવે છે કે બોલિવૂડના ટોપ એક્ટર્સને કોરોનાનો ચેપ લાગ્યો છે. પાર્ટીમાં સામેલ થનાર સૂત્રોના મતે, કરનના નિકટના મિત્રોને પાર્ટીમાં સામેલ થયા બાદ કોરોના થયો છે. જોકે, કોઈએ પોતે કોરોના પોઝિટિવ છે, તે વાત જાહેર કરી નથી.
ગયા વર્ષે પણ કરનની પાર્ટીને કારણે કોરોના ફેલાયો
ગયા વર્ષે ડિસેમ્બરમાં ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ને 20 વર્ષ પૂરા થયા હોવાથી કરન જોહરે પોતાના ત્યાં હાઉસ પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં કરીના કપૂર, અમૃતા અરોરા, મલાઈકા અરોરા, સીમા ખાન, મહિપ કપૂર જેવા સેલેબ્સ જોવા મળ્યા હતા. પાર્ટીમાં સામેલ સીમા ખાનનો રિપોર્ટ સૌ પહેલાં પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ મહિપ કપૂર પોઝિટિવ થઈ હતી. પછી કરીના તથા અમૃતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. સીમા ખાનનો 10 વર્ષીય દીકરો યોહાન તથા બહેન રિચા પણ પોઝિટિવ છે. કરીનાની નોકરાણીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. પાર્ટીમાં સામેલ સેલેબ્સ એક પછી એક કોરોનાનો ભોગ બનતાં વિવાદ થયો હતો. ત્યારબાદ કરને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home News કરણ પાર્ટી ફરી એકવાર ‘કોરોના વિસ્ફોટ’નું કારણ; બર્થ-ડેમાં સામેલ શાહરુખ-કેટરીના કોરોના પોઝિટિવ,...