Home World આજે સવારે ભૂકંપથી હચમચી ગયું અફઘાનિસ્તાન; 6.1ની તીવ્રતાના ભૂકંપમાં 950થી વધારે લોકોએ...

આજે સવારે ભૂકંપથી હચમચી ગયું અફઘાનિસ્તાન; 6.1ની તીવ્રતાના ભૂકંપમાં 950થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો, 600 લોકો થયા ઘાયલ; પાકિસ્તાનમાં બચ્યું!

Face Of Nation 22-06-2022 : અફઘાનિસ્તાનમાં આજે સવારે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે, જેમાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ 950થી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 600થી વધારે ઘાયલ થયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે (USGS) મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી 40 કિલોમીટર દૂર હતું. અફઘાનિસ્તાનમાં ભૂકંપના ઝટકા પૂર્વ પત્કિતાના બરમલ, ઝિરુક, નાકા અને જ્ઞાન જિલ્લામાં અનુભવાયા હતા. ભૂકંપની અસર 500 કિમી વિસ્તારમાં જોવા મળી હતી. આ કારણે પાકિસ્તાન અને ભારતમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા હતા.
ઈમર્જન્સી એજન્સીઓને મદદની અપીલ
સરકારના પ્રવક્તા બિલા કરીમીએ ટ્વીટ કર્યું છે કે કાલે રાતે પત્કિકાના ચાર જિલ્લામાં ભયાનક ભૂકંપ આવ્યો છે, જેમાં અમારા ઘણા દેશવાસીઓનાં મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે. અમે દરેક ઈમર્જન્સી એજન્સીઓને અપીલ કરીએ છીએ કે તેઓ તેમની ટીમ મોકલે અને લોકોને બચાવવામાં મદદ કરે.
કાટમાળમાંથી બહાર કાઢવાનું કાઢવાનું કામ શરૂ
અફઘાનિસ્તાનની સરકારી ન્યૂઝ એજન્સીના રિપોર્ટર અબ્દુલ વાહિદ રાયને ટ્વીટ કરીને જણાવ્યું છે કે, પત્કિતાના બરમલ, ઝિરુક, નાકા અને જ્ઞાન જિલ્લામાં મૃતકોની સંખ્યા 255 થવા આવી છે, જ્યારે 155 લોકો ઘાયલ છે. લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવાનું કામ શરૂ કરાયું છે. અફઘાનિસ્તાનના મીડિયાના જણાવ્યા પ્રમાણે, આ ભૂકંપમાં 250થી વધારે લોકોનાં મોત થયાં છે.
પાકિસ્તાનમાં ઝટકાનો અનુભવ થયો
ભૂકંપના ઝટકા ઈસ્લામાબાદ સહિત ઘણાં શહેરોમાં અનુભવાયા છે. સોશિયલ મીડિયા પર પણ લોકો ભૂકંપની વાતો કરી રહ્યા છે. ભૂકંપના આ ઝટકાનો અમુક સેકન્ડ સુધી અનુભવ થયો હતો અને એને કારણે લોકો ડરીને ઘરની બહાર દોડી આવ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).