Face Of Nation, 17-10-2021: દક્ષિણના રાજ્ય કેરળમાં સતત વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યું છે. તો ઘણી જગ્યાએ ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ બેકાબૂ બની રહી છે.
કેરળનાં દક્ષિણ અને મધ્ય ભાગમાં શનિવારે ભારે વરસાદને કારણે ઘણાં સ્થાન પર અચાનક જ પૂર આવી ગયુ અને ઘણાં સ્થાન પર ભૂસ્ખલન થયું. જેમાં ઓછામાં ઓછા 6 લોકોનાં મોત થઇ ગયા છે. જ્યારે ઘણાં બધા લોકો ગૂમ છે. વરસાદનાં કારણે પરિસ્થિતિ ભયાવહ થઇ ગઇ છે. જેને કારણે રાજ્ય સરકારે રાહત અને બચાવ કાર્ય માટે સેનાથી મદદ માંગી છે.
#WATCH | Flood like situation in Ranni town of Pathanamthitta district in Kerala due to heavy rain followed by low-pressure formations in the southeast of the Arabian Sea off the coast of Kerala pic.twitter.com/cjgGZ7xtBy
— ANI (@ANI) October 16, 2021
કેરળમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને જોતા હવામાન વિભાગના અધિકારીઓએ રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પદનમટિટ્ટા, એર્નાકુલમ, કોટ્ટાયમ, ઇડુક્કી, ત્રિશૂરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ રેડ એલર્ટ આગામી બે દિવસ માટે જારી કરવામાં આવ્યું છે. આ સાથે જ વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓ ત્રિવેન્દ્રમ, કોલ્લમ, અલ્પુલા, પલક્કડ, મલપ્પુરમ, કોલિકોડ અને વાયનાડ છે જેના પર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત સહિત ભારતભરમાં મેઘરાજાએ વિદાય લીધી છે પરંતુ દક્ષિણનાં રાજ્ય કેરળમાં હજુ પણ જળતાંડવ જોવા મળી રહ્યો છે. આજે પણ કેરળના કેટલાય જિલ્લાઓમાં ભારે વરસાદનાં કારણે વાહનો તણાઇ ગયા હોવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદનાં કારણે જનતા પરેશાન છે ત્યાં હજુ પણ આ વરસાદ વધે તેવી આગાહી કરવામાં આવી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)