Home News AMCનો પ્રજાહિતમાં મોટો નિર્ણય : 60 હોટલમાં ઊભી કરાશે કૉવિડ હોસ્પિટલ અને...

AMCનો પ્રજાહિતમાં મોટો નિર્ણય : 60 હોટલમાં ઊભી કરાશે કૉવિડ હોસ્પિટલ અને સારવાર, ખર્ચ હશે નિ:શુલ્ક

ફેસ ઓફ નેશન, 08-05-2020 : મોડે મોડે પણ અમદાવાદ મ્યુ. કોર્પોરેશને પ્રજાહિતમાં જોરદાર અને અતિ મહત્વનો નિર્ણય લીધો છે. જે નિર્ણય પ્રમાણે હવે નિઃશુલ્ક 60 હોટેલોમાં કોવીડ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. જ્યાં કોરોનાની સારવાર પણ નિઃશુલ્ક આપવામાં આવશે.
ACS રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી આજે AMCની બીજી બેઠકમાં વધુ મોટા નિર્ણયો લેવાયા હતાં. જેમાં ગઈકાલે લેવાયેલા નિર્ણયો પર પણ સમીક્ષા કરાઈ હતી અને આજે ખાસ કરીને શહેરમાં કોરોનાના દર્દીઓની સારવાર અને સુવિધાઓને લઈને વ્યવસ્થા અંગે નિર્ણયો લેવાયા હતા. કોરોનાના કેસ વધતાને કેસને અમદાવાદ મનપાએ નિર્ણય લીધો હતો કે, શહેરની 60 હોટલમાં 3000 બેડની સુવિધા ઉભી કરાશે જેમાં દર્દીને નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. સારવારનો ખર્ચ AMC ભોગવશે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

જુઓ અમદાવાદની તસ્વીરો : ભાગતું અમદાવાદ શાંત થયું, શહેરમાં પેરા મિલિટ્રી ફોર્સ તૈનાત

અંતિમ સંસ્કાર બાદ ફોન આવ્યો, કોરોના પોઝિટિવ હોવાથી સારવાર માટે લેવા આવીએ છીએ

ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ