Home Uncategorized તાલિબાનીઓનો આતંક… તાલિબાનના ડર વચ્ચે કાબુલ એરપોર્ટ પર મચી નાસભાગ, 7 લોકોના...

તાલિબાનીઓનો આતંક… તાલિબાનના ડર વચ્ચે કાબુલ એરપોર્ટ પર મચી નાસભાગ, 7 લોકોના મોત

Face Of Nation, 22-08-2021: અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ લોકોમાં ચિંતાનો માહોલ છે. કાબુલ એરપોર્ટ પર હજારોની સંખ્યામાં લોકો ભેગા થયા છે. આજે અહીં એરપોર્ટ બહાર થયેલી ભાગદોડમાં 7 અફઘાની નાગરિકોના મોત થયા છે. બ્રિટન રક્ષા મંત્રાલય પ્રમાણે જમીની સ્થિતિ ખુબ પડકારજનક છે, પરંતુ વધુમાં વધુ નાગરિકોને સુરક્ષિત સ્થિતિમાં સંભાળવાનો દરેક સંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ કાબુલ એરપોર્ટ પર છેલ્લા કેટલાક દિવસથી લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો દેશ છોડવા માટે એરપોર્ટ પર ભેગા થયા છે. હાલ એરપોર્ટ પર અમેરિકી સૈનિકોનો કબજો છે. એક સાથે હજારો લોકો ભેગા થવાને કારણે આજે અહીં ભાગદોડ જોવા મળી હતી. આ દરમિયાન સાત લોકોના મોત થવાના સમાચાર સામે આવ્યા છે.

કાબુલ પર એક સપ્તાહ પહેલા તાલિબાનના કબજા બાદ અફઘાનિસ્તાનની રાજધાનીમાં ખરાબ થઈ રહેલી સ્થિતિ વચ્ચે ભારતીય વાયુસેનાના C-17 ગ્લોબમાસ્ટરે કાબુલથી 107 ભારતીયો સહિત 168 લોકોને રવિવારે ત્યાંથી બહાર કાઢી ગાઝિયાબાદ પહોંચાડ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)