Home World 96 દેશોએ ભારતની કોવેક્સીન અને કોવિશીલ્ડને આપી માન્યતા

96 દેશોએ ભારતની કોવેક્સીન અને કોવિશીલ્ડને આપી માન્યતા

Face Of Nation, 09-11-2021: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી 109 કરોડથી વધુ વેક્સીનના ડોઝ લગાવવામાં આવ્યા છે. ડોર-ટૂ-ડોરના માધ્યમથી બધા સ્વાસ્થ્યકર્મી ઘરે-ઘરે જઈને વેક્સીન અભિયાન ચલાવી રહ્યાં છે. આ સિવાય અમને ખુશી છે કે 96 દેશોએ ભારતની બંને વેક્સીન ને માન્યતા આપી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ અત્યાર સુધી 8 વેક્સીનને ઈયૂએલ માં સામેલ કરી છે. મહત્વનું છે કે WHOએ થોડા દિવસ પહેલા કોવેક્સીનને માન્યતા આપી છે.

મંગળવારે એએનઆઈ સાથે વાત કરતા કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ કે, દેશમાં અત્યાર સુધી 109 કરોડથી વધુ વેક્સીનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ‘ડોર-ટૂ-ડોર’ હેઠળ સ્વાસ્થ્ય કાર્યકર્તા રસીકરણ અભિયાનને અંજામ આપવા માટે દરેક ઘરમાં જઈ રહ્યાં છે.

તેમણે કહ્યું કે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ અત્યાર સુધી 8 રસીને ઈયૂએલમાં સામેલ કરી છે. અમને ખુશી છે કે તેમાં 2 ભારતીય રસી કોવેક્સીન અને કોવિશીલ્ડને જગ્યા મળી છે. અત્યાર સુધી 96 દેશોએ કોવેક્સીન અને કોવિશીલ્ડને માન્યતા આપી છે. તેમણે જણાવ્યું કે(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).