Face Of Nation : કોરોનાની ઝપટમાં હાલ વિશ્વના તમામ દેશો આવી ગયા છે. જો કે મોટેભાગે આ રોગના મૃતકોમાં વૃધ્ધોની સંખ્યા નોંધપાત્ર છે ત્યારે દક્ષિણ કોરીયામાં એક 96 વર્ષની મહિલાને કોરોનાના વાઇરસને સકંજામાં લઈ લીધી હતી. આ મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ તેની સારવાર શરૂ કરી દેવામાં આવી હતી અને પરિણામે આ વૃદ્ધ મહિલા કોરોના વાઇરસથી સંપૂર્ણ રીતે સ્વસ્થ થનારી દેશની સૌથી વૃદ્ધ દર્દી બની છે. કોરિયાની ચેઓંગ્ડો કાઉન્ટી દ્વારા કુ. હવાંગ તરીકે ઓળખાતી આ મહિલાને બુધવારે સંપૂર્ણ રીતે સાજા થવાની ઘોષણા કરી હતી. ચેઓંગ્ડો કાઉન્ટી દક્ષિણના દેગુ શહેરની નજીક છે, જ્યાં દેશના કોરોનાવાયરસ કેસ સૌથી વધુ કેન્દ્રિત છે. હવાંગને 13 માર્ચે કોરોનાવાયરસ હોવાનું નિદાન થયું હતું, અને દેગુની પૂર્વમાં પોહંગ પબ્લિક ક્લિનિકમાં તેની સઘન સારવાર કરવામાં આવી હતી. હાલ આ મહિલા તેના ઘરે તેના પુત્ર સાથે રહે છે.