Home Uncategorized દેશમાં 13 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, 24 કલાકમાં 373 સંક્રમિતોના...

દેશમાં 13 દિવસ બાદ નોંધાયા સૌથી ઓછા કેસ, 24 કલાકમાં 373 સંક્રમિતોના મોત

Face Of Nation, 10-08-2021 : ભારતમાં કોરોનાની બીજી લહેર ઓછી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં પ્રથમ વખત 30 હજારથી ઓછા કેસ નોંધાયા છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 28,208 નવા કેસ નોંધાયા હતા અને 41,511 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જયારે 373 લોકોના મોત થયા હતા. દેશમાં 30 જુલાઈએ 29,689 કેસ નોંધાયા હતા.

દેશમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ 3,19,98,158
એક્ટિવ કેસઃ 3,88,508
કુલ રિકવરીઃ 3,11,80,968
કુલ મોતઃ 4,28,682
કેટલા ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં કુલ 51 કરોડ 45 લાખથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાંથી ગઈકાલે 54,91,647 લોકોને ડોઝ અપાયા હતા. ICMRના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 48,32,78,545 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 15,11,313 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)