Face Of Nation, 10-08-2021 :10 ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. આ દિવસની વન વિભાગ દ્વારા દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. આખા એશિયાખંડમા માત્ર અને માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર્ના ગીર જંગલમા સિંહોની વસ્તી છે. એશિયાટિક સિંહો ગુજરાતની આન બાન અને શાન ગણાય છે. આજે સિંહ દિવસ પર પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યુંકે,સિંહ જાજરમાન અને હિંમતવાન પ્રાણી છે. ભારતને એશિયાટિક સિંહનું ઘર હોવાનું ગર્વ છે. વિશ્વ સિંહ દિવસ પર, હું સિંહ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોને મારી શુભેચ્છાઓ પાઠવું છું. આ એક વાત આપણને બધાને આનંદ આપનારી છેકે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં સિંહોની વસ્તીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
When I was serving as Gujarat CM, I had the opportunity to work towards ensuring safe and secure habitats for the Gir Lions. A number of initiatives were taken which involved local communities and global best practices to ensure habitats are safe and tourism also gets a boost. pic.twitter.com/0VEGmh7Ygj
— Narendra Modi (@narendramodi) August 10, 2021
બીજી એક ટ્વીટમાં પીએમ મોદીએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છેકે, જ્યારે હું ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપતો હતો, ત્યારે મને ગીરના સિંહોના સંરક્ષણ માટે કામ કરવાની ઉમદા તક મળી હતી. તે સમયે મને સિંહોની સલામતી અને તેમના સુરક્ષિત રહેઠાણ માટે ઘણાં કાર્યો કરવાની તક મળી હતી. સિંહોની સલામતી માટે સ્થાનિક સમુદાયો તેમજ વૈશ્વિક કક્ષાના નિષ્ણાંતોની પણ મદદ લેવામાં આવી રહી છે. આપણાં ત્યાં સિંહો એકદમ સલામત છે. તેમના થકી પ્રવાસનને પણ ખુબ જ પ્રોત્સાહન મળ્યું છે. આ સાથે જ સિંહોની સલામતી માટે અમારી સરકારે અનેક પહેલ કરી છે.
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)